Get The App

આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષાઃ ગુજરાતના 97000 ઉમેદવારોની કસોટી

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષાઃ ગુજરાતના 97000 ઉમેદવારોની કસોટી 1 - image


GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ક્લાસ 1-2ની પરીક્ષા રવિવારે (20 એપ્રિલ, 2025) યોજાઈ રહી છે. જેમાં ગુજરાતના 21 જિલ્લામાં 97 હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવાનું શરૂ કરી દેવાયું છે. 

કુલ 244 જગ્યા માટે આવતીકાલે પરીક્ષા

GPSCની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત ક્રમાંક- 240/2024-25ની કુલ 244 જગ્યા માટે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ રહી છે. જેમાં GPSCની વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 માટે પરીક્ષા યોજાશે. જેમાં 12:00થી 3:00 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ 37 જગ્યા પર ભરતી કરાશે. જેમાં વર્ગ-1 માટે 9 અને વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. 

આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષાઃ ગુજરાતના 97000 ઉમેદવારોની કસોટી 2 - image

હસમુખ પટેલે શું કહ્યું?

GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, 'રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદાવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના આયોજનનો લઈને ગત ગુરુવારે દરેક જિલ્લાના અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે પરીક્ષા ખંડમાં સઘન દેખરેખ રાખવા દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા એક્ટિવ છે. પરીક્ષાર્થીઓના સામાનની સુરક્ષા માટેની વ્યવસ્થા કરાઈ છે.'

આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષાઃ ગુજરાતના 97000 ઉમેદવારોની કસોટી 3 - image

વડોદરાની 18 શાળામાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી

મળતી માહિતી મુજબ, રાજ્યમાં રવિવારે GPSCની પરીક્ષા છે, ત્યારે વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 4296 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જવાબવહી મોકલાશે. 

પરીક્ષાને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, પરીક્ષાકેન્દ્રના 100 મીટરના અંતરમાં અનધિકૃત વ્યક્તિએ એકત્રિત ન થવું. આ સાથે કોઈએ ઝેરોક્ષ મશીન શરુ ન રાખવું. 

આ પણ વાંચો: JEE મેઈનનું પરિણામ જાહેર, વડોદરાનો આદિત ભાગાડે 100માંથી 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 14મા ક્રમે

રાજ્યમાં ગત 17 એપ્રિલ, 2025ના રોજ યોજવામાં આવેલી જાહેરાત ક્રમાંક 73/2024-25 અને 113/2024-25, મદદનીશ ઇજનેર, (સિવિલ), વર્ગ-2ની સંબંધિત વિષયની GPSCની પરીક્ષાની OMR ઉમેદવારો formonline.co.in  પરથી ડાઉનલોડ કરી શકશે.


Tags :