GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, પ્રાથમિક કસોટીની તારીખો કરાઈ જાહેર
GPSC Exams: ગુજરાતમાં GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં GPSC દ્વારા મહત્ત્વની ગણાતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકની સામાન્ય અભ્યાસની પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે. આ સિવાય સંબંધિત વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં લેવાશે.
23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ PMJAY યોજનામાં ગેરરીતિ: રાજ્યની 5 હોસ્પિટલ અને 2 ડોક્ટર સસ્પેન્ડ, 50 લાખ સુધીની પેનલ્ટી
નોંધનીય છે કે, GPSC દ્વારા 9 પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 GMC
- મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 GMC
- મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
- નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
- સાયન્ટિફિક ઑફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2
- મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2
- નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 GMC
- અધિક મદદનીશ ઇજનેર ( સિવિલ), વર્ગ-3 GMC
- અધિક મદદનીશ ઇજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMC