Get The App

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાના ડેટાના અભાવે યોગ્ય લોકો લાભથી વંચિત, સરકારની લાલિયાવાડી

Updated: Mar 29th, 2025


Google News
Google News
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાના ડેટાના અભાવે યોગ્ય લોકો લાભથી વંચિત, સરકારની લાલિયાવાડી 1 - image


Direct Benefit Transfer Scheme :  કેન્દ્ર સરકાર પ્રેરિત નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ સરકારી સહાય યોજનાનો લાભ મેળવવાને પાત્ર વ્યક્તિઓનો પૂરતો ડેટાબેઝ ગુજરાત સરકાર પાસે ન હોવાથી લાભ મેળવવા પાત્ર દરેક વ્યક્તિને તેનો લાભ મળી શક્યો નહોતો, એમ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના અમલીકરણ અંગેના કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા વૃદ્ધો, વિધવાઓ, વિકલાંગો અને પરિવારનું ભરણપોષણ કરનાર વ્યક્તિના અવસાનથી નિરાધાર બનેલા સંખ્યાબંધ લોકો સરકારી સહાયથી વંચિત રહ્યા છે.

પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેકોર્ડ ન બન્યો તેથી લાભ ન મળ્યો 

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત સરકારે 9,96,492 લાભાર્થીઓને રૂા. 2398.80ક રોડની સહાય આપી છે.પરંતુ પાત્રતા ધરાવતા દરેકને તેનો લાભ મળ્યો નથી. ભરૂચ અને ડાંગ જિલ્લામાં 774 ગરીબ અને વિધવા લાભાર્થીઓને સરકારી સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાનું કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તેથી આ 774 વ્યક્તિએને બે વર્ષમાં રૂા. 1.55 કરોડનું નુકસાન થયું હતું. 

ગરીબી રેખાની મર્યાદા પાર કરી લેવાના કે મૃત્યુ પછીની સહાયને લગતા નિયમો પ્રમાણે પગલાં ન લઈ શકનારા 1072 લાભાર્થીઓને રદ કરવામાં આવ્યા હોવા છતાં તેમને પેન્શનનું ચૂકવણું ચાલુ રાખવામાં આવ્યું હતું.આ લાભાર્થીઓના નામ રદ થઈ ગયા પછીય તેમને રૂા.32.60 લાખનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. સહાય માટે પાત્રતા ધરાવતા લોકો સહાયથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર લાભાર્થીઓનો સર્વગ્રાહી ડેટા તૈયાર કરે તેવો આગ્રહ કેગે તેના રિપોર્ટમાં રાખ્યો છે. 

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની યોજના હેઠળ 3820 લાભાર્થીઓને પેન્શનની ચૂકવણીમાં એક મહિનાથી માંડીને 38 મહિના સુધીનો વિલંબ કરવામાં આવ્યો હતો. તેથી 3820 લાભાર્થીઓને રૂા. 1.81 કરોડનું નુકસાન થયું હતું.  અમલીકરણ એજન્સીઓને નિષ્ફળ વહેવારોને કારણે 4979 લાભર્થીઓને 1થી 24 મહિના સુધી વવિલંબથી નાણાં ચૂકવવામાં આવતા તેમને રૂા. 1.57 કરોડના પેન્શનની ચૂકવણી મોકૂફ રાખવામાં આવી હતી.

પેન્શનના 380 લાભાર્થીઓને ચાર વર્ષમાં રૂા. 25.04 લાખનું નુકસાન થયું હતું. સ્થળ બદલાયં હોય તેવા 270 લાભાર્થીઓને માસિક પેન્શન અટકી ગયા હતા. એનબીએફએસ માટે ગુજરાત સરકાર સમતુલ્ય અનુદાનની ફાળવણી કરવામાં નિષ્ફળ જતાં 27801 લાભાર્થીઓને રૂા. 55.60 કરોડનું નુકસાન થયું હતું. 

Tags :