ગુજરાતમાં હવે સરકારી બાબુઓના બહાના નહીં ચાલે, ઑફિસમાં મોડા પડ્યા તો રજા કપાશે
Government Employees Attendance: રાજ્યના સરકારી કર્મચારીઓને સમયસર ઑફિસ પહોંચવા અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓનો હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઑફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઑફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.
વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતાં અને વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે. અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મળી રહી છે.