Get The App

4 વર્ષથી નાના બાળકો માટે વપરાતી 4 કફ સિરપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, ગંભીર આડઅસર થતી હતી

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
4 વર્ષથી નાના બાળકો માટે વપરાતી 4 કફ સિરપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, ગંભીર આડઅસર થતી હતી 1 - image


Cough syrup Ban: ભારત સરકારે ચાર વર્ષથી નાના બાળકો માટે ખાસ વપરાતી કફ સિરપના ઘટકોમાં ક્લોરોફેનિરામાઈન માલેટી અને ફેનીલેફરાઈન હાઈડ્રોક્લોરાઈડના ઘટકો હોય તો તેનો ઉપયોગ ચાર વર્ષથી નાની વયના બાળકો માટે ન કરવાની સૂચના આપવામાં આવી છે. બાળકોની સલામતી માટે આ દવાઓનો ઉપયોગ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ કફ સિરપ ફિક્સ ડોઝ કોમ્બિનેશનથી બનાવવામાં આવતી હોવાથી તેને એફડીસી મેડિસિન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બાળકોની દવાઓના નિષ્ણાતોની સમિતીએ કરેલી ભલામણ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દવાઓની બાળકોના આરોગ્ય પર ગંભીર આડઅસર થતી હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેનો ઉપયોગ અટકાવવા અગાઉ સૂચના આપી હતી.

15મી એપ્રિલ પછીના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો

આ દવાઓમાં ગ્લેનમાર્ક કંપનીની એસ્કોરિલ ફ્લુ ડ્રોપ, ગ્લેક્સોસ્મિથ ક્લાઈનની આઈ-મિનિક, ઝુવેન્ટસ હેલ્થકેરની મેક્સ્ટ્રાનો સમાવેશ થાય છે. આ મેન્યુફેક્ચરર્સે તેમની દવાની બોટલ પર ચાર વર્ષથી નીચેના બાળકોને આ દવાઓ આપવી નહિ તેવી ચેતવણી પણ લખવાની રહેશે. જોકે આ દવાઓનો ઉપયોગ અટકાવી દેવા માટેની સૂચનોનો પાછલી મુદતથી અમલ કરવાના સરકારના નિર્ણય સામે ગ્લેનમાર્ક અને ઝુવેન્ટાસ હેલ્થકેરે વાંધો ઊઠાવ્યો છે. 

દિલ્હીની કોર્ટે 24મી એપ્રિલે એટલે કે ગઈકાલે આપેલા ચૂકાદામાં જણાવ્યું છે કે પંદરમી એપ્રિલ પહેલાના સ્ટોક માટે આ નિયમ લાગુ પડશે નહિ તેવું દિલ્હી હાઈકોર્ટે આ સંદર્ભમાં આપેલા ચૂકાદામાં જણાવ્યું છે. જોકે આ દવાઓને પ્રિસ્ક્રાઈબ કરનારા દરેક મેડિકલ પ્રેક્ટિશનર્સને ચાર વર્ષથી નાની વયના બાળકોને આ દવાઓ પ્રિસ્ક્રાઈબ ન કરવાને લગતી જાણકારી આપી દેવાની સૂચના આપવામાં આવી છે. 

તેની સાથે જ આ દવાઓનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓને દિલ્હી હાઈકોર્ટે સોગંદનામું કરીને 15મી એપ્રિલ 2025 પહેલા તૈયાર કરેલા સ્ટોકની વિગતો આપી દેવાની દરેક કંપનીઓને સૂચના આપી દેવામાં આવી છે. આમ કરવાથી સમગ્ર કેસમાં પારદર્શકતા જળવાઈ રહેશે તેમ હાઈકોર્ટનું માનવું છે. બીજી તરફ ફાર્માસિસ્ટ અને અન્ય જાણકારોએ આ દવાના અત્યારે માર્કેટમાં પડેલા સ્ટોકનું શું કરવું તે અંગેની સ્પષ્ટતા કરી આપવા સરકારને જણાવ્યું છે. આ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ પણ રજૂઆત કરવાની છૂટ કાયદે હેટળ મળેલી છે. 


Tags :