શ્રી કૃષ્ણએ આજે ઉંચક્યો હતો ગિરિરાજ, ઈસ્કોન મંદિરમાં યોજાઈ ગોવર્ધન પૂજા-લીલા
Iskcon Temple: આજના દિવસે ગુજરાતીઓનું નવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે આજના દિવસે ભગવાન કૃષ્ણ સાથે પણ ગાથા જોડાયેલી છે. આજના દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. ભગવાનની ગોવર્ધનસ લવીલાના દર્શન અને નવા વર્ષની શરૂઆત સાથે હજારો ભક્તો નવા વર્ષે શ્રી કૃષ્ણના દર્શન માટે ઈસ્કોન મંદિર પહોંચ્યા હતાં.
ગોવર્ધન પૂજા સાથે જોડાયેલી પૌરાણિક ગાથા
અમદાવાદના ઈસ્કોન ખાતે ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક ગાથાઓ અનુસાર, જ્યારે ભગવાન ઈન્દ્ર દ્વારા મૂશળધાર વરસાદ વરસાવવામાં આવ્યો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ 7 વર્ષના હતાં. એ સમયે ગોકુળના રહેવાસીઓને બચાવવા માટે શ્રીકૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન સપર્વત ઉંચકી રાખ્યો હતો.
આ પણ વાંચોઃ દ્વારકાધીશને સોનાનો શણગાર, બેસતા વર્ષે ભગવાનના આશીર્વાદ લઈ ભક્તોએ કરી નવ વર્ષની શરૂઆત
108 કિલો ચોખા ઘીનો ગોવર્ધન બનાવ્યો
ગોવર્ધન પૂજા નિમિત્તે અમદાવાદ સ્થિત ઈસ્કોન મંદિરમાં આજે 108 કિલો ચોખા ઘીનો ગોવર્ધન પર્વત બનાવાયો છે. જેમાં 108 કિલો ડ્રાય ફ્રૂટ, 108 કિલો ફળ અને ફરસાણ પણ ધરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત 400થી વધારે વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
કિર્તનથી ગૂંજી ઉઠ્યું મંદિર
સવારે મંગલા આરતીથી ભગવાનના કિર્તનથી જ સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું. જયારે ગોવર્ધન પૂજા એક વાગે બપોરે પૂરી થશે પછી સાંજે જેટલો પણ શીરો છે, એ જેટલા પણ ભક્તો દર્શન માટે આવે છે એમને વિતરણ કરવામાં આવશે. આપ તો જાણતા હશો કે ઇસ્કોન મંદિરમાં દરરોજ ખીચડી મળે છે, પરંતુ આ દિવસે બધા ભક્તોને ચોખા ઘીના શીરાનો પ્રસાદ આપવામાં આવશે.