NEET સ્ટુડન્ટ્સ માટે ગૂડ ન્યૂઝ, ગુજરાતમાં 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે, 10 શરતોનું કરવું પડશે પાલન

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
NEET સ્ટુડન્ટ્સ માટે ગૂડ ન્યૂઝ, ગુજરાતમાં 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે, 10 શરતોનું કરવું પડશે પાલન 1 - image


7 New Medical Colleges : રાજ્ય સરકારે બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં ફેરફાર કરતાં વધુ સાત જિલ્લામાં નવી મેડીકલ કોલેજો ખોલવાના દરવાજા ખૂલ્યા છે. હાલ જૂની નીતિ અંતર્ગત કુલ પાંચ જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજો કાર્યરત છે. નીતિમાં સુધારા-વધારા થતાં આ નવી તકો સર્જાઇ છે.

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2016માં રાજ્યની જિલ્લાસ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ ખોલવા અંગેની નીતિ બનાવવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં હાલ બનાસકાંઠા, પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત છે.

હવે બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર સોમનાથ, ખેડા-નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે. 

હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન ફીલ્ડ મેડીકલ કૉલેજ બનાવ્યા પછી પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે તથા દર્દીની જરૂરિયાત અને અગ્રતાને ઘ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિઃશૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે તથા આજુબાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક બ્લડ આપવું પડશે.


Google NewsGoogle News