Get The App

ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે DAમાં 4 ટકાનો કર્યો વધારો, સત્તાવાર રીતે થશે જાહેરાત

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, રાજ્ય સરકારે DAમાં 4 ટકાનો કર્યો વધારો, સત્તાવાર રીતે થશે જાહેરાત 1 - image


GSRTC Employees DA: ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાની વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે. જેથી હવે એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેને લઈને આગામી સમયમાં સરકાર દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરાશે.

ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કર્મચારીઓને અત્યાર સુધી 46 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું, પરંતુ હવે તેમાં 4 ટકાનો વધારો કરવાથી એસટી નિગમના કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે.

આ પણ વાંચો: ઉદ્યોગસાહસિકો માટે તક! ગાંધીનગરમાં BRICS-યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશનનો શુભારંભ

એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને સરકારે નિર્ણય કર્યો છે. આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, 'એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી હવેથી 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.'


Google NewsGoogle News