Get The App

ગોધરા કાંડ: જન્મટીપની સજા પામેલો સલીમ જર્દા મહારાષ્ટ્રમાં ચોરી કરતા પકડાયો, પેરોલ બાદથી ફરાર હતો

Updated: Feb 3rd, 2025

GS TEAM


Google News
Google News
ગોધરા કાંડ: જન્મટીપની સજા પામેલો સલીમ જર્દા મહારાષ્ટ્રમાં ચોરી કરતા પકડાયો, પેરોલ બાદથી ફરાર હતો 1 - image


Godhra Train Case: ગોધરાકાંડ મામલે આજીવન કેદની સજા પામેલો ફરાર ગુનેગારની મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ચોરીના એક મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, પુણે ગ્રામીણ પોલીસે 22 જાન્યુઆરીએ સલીમ જર્દાની ધરપકડ કરી છે, જે 2002માં ગોધરાકાંડ મામલે આજીવન કેદની સજા પામેલા 31 દોષીમાંથી એક હતો. 

આ પણ વાંચોઃ દ્વારકાના ભાણવડમાં ભાજપ નેતા અને પુત્ર પર હુમલો, અંગત અદાવતમાં નિશાન બનાવાયા

ગામડાઓમાં ચોરી કરતો હતો

17 સપ્ટેમ્બર 2024ના દિવસે જર્દાને સાત દિવસ પરોલ પર ગુજરાતની જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આલેફાટા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર દિનેશ તાયડેએ કહ્યું કે, 'અમે 22 જાન્યુઆરીએ સલીમ જર્દા અને તેના ગેંગના સભ્યોની ચોરીના એક મામલે ધરપકડ કરી હતી. તે પુણે ગ્રામીણ વિસ્તારમાં ચોરી કરતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, તે ગોધરાકાંડ મામલે ગુનેગાર પણ હતો.'

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ કરવા પાંચ દિવસમાં કોમર્શિયલ 1000 મિલકત સીલ કરી

કોર્ટે આપી હતી ફાંસીની સજા

અધિકારીઓએ જણાવ્યું કે, 2002ના ગોધરાકાંડ મામલે 31 લોકોને ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતાં. તેમાંથી 11ને શરૂઆતમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને 20ને આજીવન કેદની સજા મળી હતી. જર્દા પણ એ 11 લોકોમાં સામેલ હતો જેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ, ગુજરાત હાઈકોર્ટે બાદમાં તેની સજાને આજીવન કેદમાં બદલી દીધી હતી.'


Tags :