Get The App

અમદાવાદમાં પોતાનું ઘર મળશે, EWS આવાસ યોજનાની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં પોતાનું ઘર મળશે, EWS આવાસ યોજનાની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ 1 - image


Ahmedabad News: અમદાવાદમાં ઘર ખરીદવું તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ સામાન્ય વર્ગના લોકો માટે આ સપનું અધૂરૂં રહી જાય છે. આ દરમિયાન અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઈડબલ્યુએસ પ્રકારના આવાસ માટે અરજી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદના આ વિસ્તારોમાં 1055 આવાસ બનાવાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા લોકો માટે ઈબલ્યુએસ-2 કેટેગરીમાં નરોડા મુઠીયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસ બનાવાશે. EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15મી માર્ચથી 13મી મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 

કોણ ફોર્મ ભરી શકે છે?

ડબલ્યુએસ-2માં (35 ચો.મી.થી વધુ અને 40 ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા) આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે. ઘરની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂપિયા 50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે.


Google NewsGoogle News