જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગેંગરેપની ઘટનામાં પકડાયેલા ત્રણેય આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા
Jamnagar News : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતી ને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નગ્ન ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની ઘટના સામે આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે ગુનામાં મુખ્ય સૂત્રધાર હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો આમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાન ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, અને એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતા. પોલીસ દ્વારા ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી હતી, અને સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કપડાં ઉપરાંત મકાન અને ફાર્મ હાઉસ માંથી ચાદર શેતરંજી સહિતનું કેટલુંક સાહિત્ય પણ કબજે કર્યું હતું.
આ પણ વાંચો : જામનગર જિલ્લાની દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઈકોર્ટએ આપી મંજૂરી
ઉપરાંત મુખ્ય સૂત્રધાર હુસેન શેખ, કે જે આરોપીનો મોબાઇલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જે મોબાઈલ ફોનમાં ભોગ બનનાર યુવતીના ફોટા પણ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તે મોબાઇલને સીલ કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યો છે જ્યારે આરોપીના રિમાન્ડની મદદ પુરી થતાં ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.