અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ, ગણેશ મંડપો પર અસર, જુઓ કયા વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ
Rain in Ahmedabad : શુક્રવારે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ
શહેરના અનેક વિસ્તારમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટાં પડયા હતા.સવારના 6થી
રાત્રિના 9 કલાક સુધીમાં નરોડા અને મણિનગરમાં સવા ઈંચથી વધુ વરસાદ વરસી પડયો હતો.વરસાદને કારણે શહેરના
અનેક વિસ્તારોમાં કરવામાં આવેલા ગણેશ આયોજનો ઉપર અસર વર્તાઈ હતી.આયોજનના સ્થળે
વરસાદી પાણી ભરાયા હતા.રામોલ, મેમ્કોમાં
એક ઈંચ કરતા વધુ વરસાદ થતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરમાં સરેરાશ
10.32 મિલીમીટર વરસાદ થતા મોસમનો 36.69 ઈંચ વરસાદ થવા પામ્યો હતો.
શુક્રવારે રાત્રિના
સુમારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ શહેરના ખાડીયા,રાયપુર,
ખાનપુર સહિતના અનેક વિસ્તારમાં એકાએક
વરસાદ વરસી પડતા અનેક વિસ્તારમાં કરવામાં
આવેલા ગણેશ ઉત્સવના આયોજન ઉપર વરસાદની અસર જોવા મળી હતી.અનેક વિસ્તારમાં આયોજનના
સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.વાસણા બેરેજ ખાતે 133 ફૂટ લેવલ નોંધાયુ
હતુ. એનએમસીમાંથી 8639 કયૂસેક પાણીનો સંત સરોવરમાંથી ૪૫૯ કયૂસેક પાણીનો ઈનફલો
નોંધાયો હતો.નદીમાં 8700 કયૂસેક તથા કેનાલમાં ૨૫૫ કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો
હતો.બેરેજના ગેટ નંબર-25, 26, 28 ત્રણ ફૂટ
જેટલા ખોલવામાં આવ્યા હતા.
શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ઓઢવ 15
રામોલ 25
દાણાપીઠ 12
મેમ્કો 26
નરોડા 30
મણિનગર 30
વટવા 22