'રાત્રે કૉલેજની બહાર ન નીકળતાં...' વિદ્યાર્થીનીઓ માટે GMERS મેડિકલ કૉલેજના પરિપત્રથી સર્જાયો વિવાદ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
Doctors-on-strike


GMERS Medical College in Gandhinagar: કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોથી લઈને સામાન્ય લોકો આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગરની GMERS મેડિકલ કૉલેજ દ્વારા મહિલા ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ મેડિકલ કૉલેજના ડીને વિદ્યાર્થીનીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં મહિલા ડૉક્ટરોને સુરક્ષા આપવાને બદલે પોતાની સંભાળ રાખવા જણાવ્યું છે. 

જાણો શું છે પરિપત્રમાં?

ગાંધીનગર મેડિકલ કૉલેજના ડીન ડૉ. શોભના ગુપ્તાએ પરિપત્ર બહાર પાડીને મહિલા ડૉક્ટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફને રાત્રે બહાર ન નીકળવા અને જરૂર જણાય તો કોઈને સાથે લઈ જવા જણાવ્યું છે. હોસ્ટેલમાં પણ મહિલા કે પરિચિત સહકર્મચારી સાથે રહો. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ અપ્રિય પરિસ્થિતિ હોય તો મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરો.

આ પણ વાંચો: કોલકાતા કેસના ઘેરા પ્રત્યાઘાત, ગુજરાતમાં આજથી સરકારી હૉસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ

મહિલા ડૉક્ટરો અને વિદ્યાર્થીઓની નારાજગી


GMERS મેડિકલ કૉલેજના ડીન ડૉ. શોભના ગુપ્તાના પરિપત્રને લઈને કૉલેજના મહિલા ડૉક્ટરો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ડીનના આદેશમાં તેમની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ઉલ્લેખ નથી. ઉલટાનું તેમને સૂચના આપવામાં આવી છે. તેઓનું કહેવું છે કે, 'ઇમરજન્સીમાં ગમે ત્યારે બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં એકલા જવું પડે છે. મેડિકલ કૉલેજ પ્રશાસને તેમની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ. તે આ જવાબદારી ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. કૉલેજ મેનેજમેન્ટે સમગ્ર કેમ્પસમાં સુરક્ષા કડક કરવી જોઈએ અને અજાણ્યા લોકો પર નજર રાખવી જોઈએ.'

'રાત્રે કૉલેજની બહાર ન નીકળતાં...' વિદ્યાર્થીનીઓ માટે GMERS મેડિકલ કૉલેજના પરિપત્રથી સર્જાયો વિવાદ 2 - image


Google NewsGoogle News