બાળકી સાથે અડપલા કરનાર કેસમાં આરોપીનો નિર્દોષ જાહેર થયો
મોબાઇલ ફોન પણ કબજે કરી FSLમાં મોકલાયો હતો. પંરતુ, મોબાઇલમાં કોઇ વાંધાનજક ચીજવસ્તુ મળી નહોતી.
વૃદ્ધે પૌત્રીની ઉમરની બાળકી હોવાથી વ્હાલ કર્યું હતું. પરંતુ, બાળકીની માતાએ બેડ ટચ સમજીને ફરિયાદ નોંધાવી હોવાની દલીલ પણ થઇ હતી
અમદાવાદ, શુક્રવાર
જગતપુરમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધ ભાનુપ્રતાપ રાણા પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેણે ગોદરેજ ગાર્ડન સીટીના અન્ય એક એપાર્ટમેન્ટમાં રહેતી નવ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા. જે અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો હતો. જે કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં આરોપી તરફે વકીલ હર્ષ પ્રજાપતિએ કરેલી દલીલો અને તથ્યો રજૂ કર્યા હતા.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે વૃદ્ધે પૌત્રીની ઉમરની બાળકી હોવાથી વ્હાલ કર્યું હતું. પરંતુ, બાળકીની માતાએ બેડ ટચ સમજીને ફરિયાદ નોંધાવી હોવાની દલીલ પણ થઇ હતી..જેના આધારે ગાંધીનગર કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ભાનુપ્રતાપ રાણાને પુત્રના ઘરે પણ સંતાનો છે, તે ગોદરેજ ગાર્ડન સિટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે સાથે હાલ નિવૃત્ત જીવન જીવન પસાર કરતા હતા અને M.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ . ત્યારે આ મામલે પોલીસે આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે કરી FSLમાં મોકલાયો હતો. પંરતુ, મોબાઇલમાં કોઇ વાંધાનજક ચીજવસ્તુ મળી નહોતી.