ગાંધીજીના આશ્રમજીવનનો અનુભવ લેવામાં નીરસતાઃ ગાંધી જીવન કાર્યક્રમ બંધ
Gandhi Jayanti 2024: એકપણ વખત શસ્ત્ર ઉપાડ્યા વિના દેશને અંગ્રેજોની ગુલામીની કેદમાંથી મુક્ત કરાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મજયંતિ છે. મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા ત્યારે બાપુએ પહેલો આશ્રમ અમદાવાદમાં કોચરબ ગામ ખાતે 1915માં 25 મેએ ભાડાના મકાનમાં શરૂ કર્યો હતો. આજથી 100 વર્ષ કરતાં પણ વઘુ સમય અગાઉ મહાત્મા ગાંધી અને કોચરબના આશ્રમવાસીઓ કેવી રીતે જીવન જીવતા હતા તેનો અનુભવ થઇ શકે તેના માટે આજથી થોડા વર્ષ અગાઉ કોચરબ આશ્રમ ખાતે ખાસ કાર્યક્રમ શરૂ કરાયો હતો. પરંતુ ઉપરાંત આયોજકોના નીરસ વલણને પગલે ખાસ પ્રતિસાદ નહીં મળતાં આ ઉમદા કાર્યક્રમ ઉપર છેલ્લા પાંચ વર્ષથી પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના
દક્ષિણ આફ્રિકાથી પાછા ફરી ભારતમાં આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ પહેલાં ભારત ભ્રમણ કર્યું. દેશ જોયો, એવા લોકો, એવી પરંપરા અને સંસ્કૃતિની ઓછા-વત્તા પ્રમાણમાં જોઇ-જાણી, અજમાવી અને પછી સ્થિર થવા માટે અમદાવાદ પસંદ કર્યું. અને કોચરબમાં એક બંગલામાં નાના પાયે આશ્રમ જીવનની શરૂઆત કરી.ગાંધીજીને આ મકાન બરિસ્ટર જીવણલાલ વ્રજલાલ દેસાઈ દ્વારા અપાયું હતું. દક્ષિણ આફ્રિકાથી એમની સાથે આવેલા 25 અંતેવાસીઓ સાથે ગાંધીજી કોચરબ આશ્રમમાં રહેવા ગયા હતા.
આશ્રમનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ પસંદ કર્યું
આ આશ્રમ દ્વારા દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષની નાબૂદી અર્થે સત્યાગ્રહની જે કાર્યપદ્ધતિનો ઉપયોગ એમણે કર્યો હતો તેની ઓળખ ભારતવર્ષને કરાવવી હતી અને એની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે છે તે જોવું હતું. તેથી એમણે તથા સાથીઓએ આશ્રમનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ પસંદ કર્યું. પોતાના હાથે લખેલી આશ્રમની નિયમાવલિમાં ગાંધીજીએ આશ્રમનો ઉદ્દેશ ‘જગતહિતની અવિરોધી એવી દેશસેવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો’ એ દર્શાવ્યો છે.
આ પણ વાંચો: 'CM ને પણ કહી દેજો કે ધારાસભ્ય આવુ બોલતા હતા..' અધિકારીઓ પર બગડ્યાં પબુભા માણેક
આશ્રમમાં કોઈપ્રકારના ભેદભાવ ન હતા
આશ્રમમાં ધર્મના, નાતજાતના, ઊંચનીચના કે સ્ત્રી-પુરૂષના ભેદ નહોતા. આશ્રમમાં કોઈ નોકર નહોતો. દળવું, પાણી ભરવું, રસોઈ કરવી, વાસણ માંજવા, આશ્રમની અને ખાનાની સફાઈ કરવી વગેરે કામો સૌ આશ્રમવાસીઓએ વારા પ્રમાણે કરવાનાં રહેતાં. આશ્રમવાસીઓનાં બાળકોનાં શિક્ષણ માટે ગાંધીજીએ આશ્રમમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. શિક્ષણમાં જ્ઞાન કરતાં વિદ્યાર્થીના ચારિત્ર્યઘડતર પર ખાસ ભાર મૂકવામાં આવતો હતો.
જાણકારોના મતે, આયજકો અને ગુજરાતના પ્રવાસન્ નિગમે થોડો રસ દર્શાવ્યો હોત તો દેશ-વિદેશના લોકો કોચરબ આશ્રમમાં રહીને ગાંધીજી જેવું જીવન જીવવા માટે મોટી સંખ્યામાં આવત તેની પૂરી સંભાવના હતી. પરંતુ ગાંધીજી જેવું જીવન જેવું કપરું છે.
કોચરબ આશ્રમના કાર્યક્રમમાં શું હતું?
મુલાકાતીને થોડા દિવસ માટે જરૂર પૂરતી ચીજવસ્તુ સાથે આવવાનું હતું. જેમાં ગાંધીજી જેમ જ સવારે ચાર વાગ્યે ઉઠીને એમના જ દૈનિક ક્રમ પ્રમાણે કામગીરી કરવાની હતી. એટલું જ નહીં મહાત્મા ગાંધી લેતા તે જ પ્રકારનું મસાલા વગરનું ભોજન જ પીરસાતું.