જૂનાગઢના નાગર સદગૃહસ્થ મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રાના સાક્ષી, મુંબઈથી ઈંગ્લેન્ડની યાત્રામાં થયો હતો સથવારો

ગાંધીજીએ માતા પાસે લીધેલી પ્રતિજ્ઞાા નાગર સદગૃહસ્થની ટકોરથી પાળી શક્યા હતા

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જૂનાગઢના નાગર સદગૃહસ્થ મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રાના સાક્ષી, મુંબઈથી ઈંગ્લેન્ડની યાત્રામાં થયો હતો સથવારો 1 - image


ગાંધીજી યુવાન વયે બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા ત્યારે જૂનાગઢનાં નાગર સદગૃહસ્થ સાથે સ્ટીમરમાં ગયા હતા. આ સદગૃહસ્થ ગાંધીજીની મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રાના સાક્ષી નિરીક્ષક રહ્યા હતા. ગાંધીજીએ માતા પાસે લીધેલી પ્રતિજ્ઞા આ સદગૃહસ્થની ટકોરથી પાળી શક્યા હતા.

જૂનાગઢ સાથે જોડાયેલ ગાંધીજીની અજાણ વાતો 

ગાંધીજી મહાત્મા બન્યા ત્યારબાદની અનેક વાતો પ્રચલિત છે પરંતુ ગાંધીજી યુવાન વયના હતા તે સમયની ઘણી બાબતો એવી છે જે ઓછા લોકો જાણે છે. આવી કેટલીક બાબતો જૂનાગઢ સાથે પણ જોડાયેલી છે. 4 સપ્ટે.1888ના મોહનદાસ ગાંધીજી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી. કોઈ અનુભવ ન હતો. આ સમયે વિદેશમાં જતા તો તેને નાત બહાર મુકવામાં આવતા હતા. ગાંધીજીના પરિવારને પણ આવો અનુભવ થયો હતો. જૂનાગઢનાં નાગર સદગૃહસ્થ ત્ર્યંબકરાય મજમુદાર પણ બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ જતા હતા. આ સમાચાર મળતા ગાંધીજીના પરિવારે આ સદ ગ્રહસ્થ સાથે ગાંધીજીને મોકલવા નિર્ણય કર્યો હતો. આ નાગર સદગૃહસ્થના પરિવારને પણ નાત બહાર મુકાવું પડયું હતું. આખરે ગાંધીજી અને ત્ર્યંબકરાય મજમુદાર એક સ્ટીમરમાં ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યારબાદ પણ બંનેનો  સથવારો ટક્યો હતો.

જૂનાગઢના નાગર સદગૃહસ્થ મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રાના સાક્ષી, મુંબઈથી ઈંગ્લેન્ડની યાત્રામાં થયો હતો સથવારો 2 - image

ગાંધીજી વિલાયત વસવાટના છેલ્લા વર્ષમાં હતા ત્યારે 1890માં પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન યોજાયુ હતું. તેમાં ગાંધીજી અને ત્ર્યંબકરાય મજમુદારને આમંત્રણ મળ્યુ હતું, જેમાં બંને ગયા હતા અને ગાંધીજીએ શાકાહારની હિમાયત કરી હતી. વિલાયતના શરૃઆતના દિવસોમાં ગાંધીજીએ ખોરાકના સારા પ્રમાણમાં પ્રયોગો કર્યા હતા.

ઈતિહાસની અટારીએથી : સોરઠ પ્રદેશ સાથે ગાંધીજીનો નાતો, વાંચો વધુ અહેવાલ

ગાંધીજીએ માતા પાસે લીધેલી પ્રતિજ્ઞાા નાગર સદગૃહસ્થની ટકોરથી પાળી શક્યા હતા

ગાંધીજીએ વિલાયત જતી વખતે માતા સામે પ્રતિજ્ઞાા લીધી હતી. તે ત્ર્યંબકરાયની ટકોરથી જ પાળી શક્યા હતા. બેરિસ્ટર મજમુદાર ભારત આવી અમદાવાદમાં વકીલાત કરતા હતા. એમની આકૃતિ અને ગર્જનાના કારણે વકીલોમાં તેઓ સિંહ કહેવાતા હતા. બાપુ સાબરમતીમાં આશ્રમનો આરંભ કરતા હતા તે દિવસોમાં મહાદેવભાઈ અને નરહરીભાઈ બેરિસ્ટર મજમુદાર પાસે આવતા અને મોહનદાસ ગાંધી વિશે અલકમલકની વાતો કરતા હતા. જૂનાગઢના બેરિસ્ટર ત્ર્યંબકરાય મજમુદારના પ્રપૌત્ર હાલ પીજીવીસીએલમાંથી નિવૃત થઈને જૂનાગઢમાં જ વસવાટ કરે છે. તેના બે પુત્ર છે, જેમાંથી એક સેન્ટ્રલ આઈ.બી.માં છે અને એક ભારતીય સેનામાં કેપ્ટન છે.


Google NewsGoogle News