અમદાવાદમાં ગાંધી આશ્રમ રોડ આ તારીખથી કાયમી બંધ થશે, અવરજવર માટે નવો રૂટ શરુ કર્યો
Sabarmati Ashram Redevelopment : અમદાવાદ શહેરના ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. જેને લઈને તારીખ 9 નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. જેને લઈને ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરુ કરાયો છે અને બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે.
ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે બે નવા પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. જ્યાંથી સીધા આશ્રમ જવા માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે.