Get The App

નવા નરોડાથી થલતેજના રુટની એએંમટીએસ બસમા NID પાસે આગ લાગતા ખાખ, પેસેન્જરો સુરક્ષિત

સરદારબ્રિજ ઉપર બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ, ફાયરની ટીમ માંડ પહોંચી

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News

    નવા નરોડાથી થલતેજના રુટની એએંમટીએસ બસમા NID પાસે આગ લાગતા ખાખ, પેસેન્જરો સુરક્ષિત 1 - image 

  અમદાવાદ,મંગળવાર,23 જાન્યુ,2024

નવા નરોડાથી થલતેજના રુટની એ.એમ.ટી.એસ.ની રુટ નંબર-૫૮ સરદારબ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી.આ સમયે બસમાં આગ લાગતા ડ્રાઈવરે સરદારબ્રિજના છેડે એન.આઈ.ડી.પાસે બસ ઉભી રાખી પેસેન્જરોને બસમાંથી ઉતારી દીધા હતા.બસમાં આગ લાગતા ખાખ થઈ ગઈ હતી.પેસેન્જરો સુરક્ષિત રીતે નીકળી ગયા હતા.આ ઘટનાના પગલે સરદારબ્રિજ ઉપર બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે માંડ પહોંચી શકી હતી.

એ.એમ.ટી.એસ.ની રુટ નંબર-૫૮ની બસ લઈ ડ્રાઈવર પ્રવિણભાઈ જમાલપુર ફલાયઓવરબ્રિજથી પાલડી તરફ લઈ જઈ રહયા હતા એ સમયે સાંજે ૬.૩૦ કલાકે બસ એન.આઈ.ડી.પાસે બંધ થઈ જતા તેમણે નીચે ઉતરી ચેક કરતા ધુમાડા સાથે આગ લાગી હોવાનું ધ્યાનમાં આવતા બસમાં સવાર પેસેન્જરોને નીચે ઉતરી જવા કહયુ હતુ.ડ્રાઈવર કેબિનમાં રહેલા ફાયર એક્સ્ટિીંગવિશરને લેવા જવા પ્રયાસ કર્યો હતો.પરંતુ ડ્રાઈવર કેબિનમા પણ આગ ફેલાઈ ગઈ હતી.બસમાં આગ લાગી હોવા અંગે ફાયર કંટ્રોલને જાણ કરાતા ડિવીઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.ફાયરના અધિકારીના કહેવા મુજબ, સી.એન.જી.બસમાં આગ લાગવાની ઘટનાને પગલે સરદારબ્રિજ ઉપર બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો.ફાયરની ટીમ પહોંચી તે સમયે બસ આગમાં ખાખ થઈ ગઈ હતી.બસમાં આગ લાગવા પાછળ વાયરીંગમાં શોર્ટ સરકીટ થયુ હોવાનુ ડ્રાઈવરની પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યુ છે.


Google NewsGoogle News