Get The App

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં સિઝનનું રૅકોર્ડ બ્રેક 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

Updated: Dec 12th, 2024


Google News
Google News
Winter


Gujarat Weather: ગુજરાતમાં નલિયામાં સિઝનનું સૌથી ઓછું અને આ વર્ષનું રૅકોર્ડબ્રેક કહી શકાય તેટલું પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ અને ડીસામાં 10 ડિગ્રી સુધીનું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં બુધવારે (11મી ડિસેમ્બર) 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો.

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

ગુજરાતમાં ઠંડી પડવાનું શરુ થયું છે, ત્યારે મોડે મોડે પણ ઠંડી તેનું જોર વધારી રહી છે અને ખાસ કરીને ગુજરાતના નલિયામાં ઠંડી ખૂબ જ વધી રહી છે. નલિયામાં બુધવારે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ ઠંડા પવનો સાથે કોલ્ડ વેવની અસર રહી હતી અને હજુ આજે (12મી ડિસેમ્બર) પણ કોલ્ડવેવની અસર રહેશે. 

આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટોલટેક્સના નામે લૂંટ, બગોદરા-બામણબોર ટોલ પ્લાઝાએ 84ના બદલે 1210નું ઉઘરાણું

રાજકોટ અને ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું 

ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો ડીસા અને રાજકોટમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા સાથે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું. આ ઉપરાંત અમેરલીમાં 13 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, હિમંતનગરમાં 12.8 ડિગ્રી તથા સુરતમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં દિવસે પણ ફુલગુલાબી ઠંડીનો અહેસાર

ગુજરાતના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 26થી 29 ડિગ્રીની આસપાસ નોંધાય છે. જો કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. હવે શહેરીજનો દિવસે પણ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. દિવસ દરમિયાન ઠંડો પવન રહ્યો હતો અને હવે દિવસે પણ લોકો રસ્તા પર ગરમ કપડાં પહેરીને નીકળતા જોવા મળી રહ્યા છે. આગામી કેટલાક દિવસો 15 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, નલિયામાં સિઝનનું રૅકોર્ડ બ્રેક 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું 2 - image

Tags :
Gujarat-WeatherNaliyaWinter

Google News
Google News