MSME સેક્ટર માટે ગુડ ન્યૂઝ, ગુજરાતના LT કનેક્શન ધારકોને 150 કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી
Free electricity for LT connections in Gujarat : MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ 100 કિલોવોટ સુધીની એલટી કનેક્શન ધારકોની મર્યાદા હવે 150 કિલોવોટ સુધી કરવામાં આવી છે. જેનો અમલ સૌથી પહેલાં ગુજરાત રાજ્યથી કરવામાં આવશે. એલટી કનેક્શનધારકોને આપવામાં આવેલી રાહતથી નાના એકમોને મોટો આર્થિક ફાયદો થશે.
નાના અને મઘ્યમ કદના એમએસએમઈ સેક્ટરને થશે ફાયદો
2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ભાગરૂપે નાના અને મઘ્યમ કદના એમએસએમઈ સેક્ટરને બુસ્ટર ડોઝ આપવો જરૂરી છે. જે માટે કેન્દ્રીય બજેટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગો મોટાભાગે એલટી (લો ટેન્શન) કનેક્શન જ ધરાવતા હોય છે. જેની મર્યાદા 100 કિલોવોટ (કેવીએ)ના કારણે ઘણાં એકમો તેમની ઉત્પાદન ક્ષમતા વધારી શકતા નથી. જેના કારણે એકમોને એચટી (હાઈ ટેન્શન) કનેક્શન લેવું ફરજિયાત બની જાય છે.
આ પણ વાંચોઃ વડોદરામાં એમજી રોડ પર એક મહિલાએ બીજી મહિલા પર હુમલો કરી કપડા ફાડી નાખ્યા
એચટી કનેક્શનના કારણે જે-તે એકમોએ પોતાનું ટ્રાન્સફોર્મર લેવું અનિવાર્ય બની જાય છે. તેમજ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્શન કરાવવું, સીટીપીટી જંક્શન બોક્સ લગાવવું, ટ્રાન્સફોર્મર માટે જગ્યા ફાળવવા સહિતના અનેક કામોના કારણે એલટી કનેક્શન ધારકોને આર્થિક બોજ પડતો હતો. જેના માટે 100 કેવીએ પાવરની મર્યાદા વધારવા વર્ષોથી ઔદ્યોગિક સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ ભરૂચના સાંસદ બગડયા: ગાંધીનગરમાં બેસીને ડરાવવાની વાત ન કરશો, અમે હપ્તા નથી લેતા
કેન્દ્ર સરકારની નીતિ અંતર્ગત સૌપ્રથમ ગુજરાતમાં એલટી કનેક્શન ધારકોને 100 કેવીએ પાવરની મર્યાદી વધારી 150 કેવીએ કરવામાં આવી છે. જે અંગેનું સૈદ્ધાંતિક જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જોકે, જર્ક (જોઈન્ટ ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન) ની મંજૂરી મળતાં જ એલટી કનેક્શન ધારકો કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના 150 કેવીએ સુધીનો વપરાશ કરી શકશે.