Get The App

જનતાને લૂંટવાનો પ્લાન! રાજકોટ-અમદાવાદ હાઈવે પર 4 નવા ટોલનાકા બનશે, કારને ફ્રી મુસાફરી બંધ થશે

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
જનતાને લૂંટવાનો પ્લાન! રાજકોટ-અમદાવાદ હાઈવે પર 4 નવા ટોલનાકા બનશે, કારને ફ્રી મુસાફરી બંધ થશે 1 - image


Rajkot-Ahmedabad Highway : રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બંને ટોલનાકા નીકાળી દેવામાં આવશે અને આશરે 201 કિલોમીટરના હાઈવે પર નવી જગ્યાએ ચાર નવા ટાલનાકા બનાવવામાં આવશે. સમગ્ર મામલે નાણાપંચને રોડ અને મકાન ખાતા દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે. 

અમદાવાદ-રાજકોટ હાઈવેને 3350 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે સિક્સલેન બનાવાયો હતો. જેમાં બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે ચાર ટોલનાકા બનાવાશે. જેમાંથી ત્રણનું તો બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે, ત્યારે 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલનાકા પર ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે કારને ફ્રી મુસાફરી બંધ થવાની શક્યતા છે. 

આ ચાર જગ્યાએ બનાવાશે ટોલનાકા

પહેલું ટોલનાકુ બાવળાથી 12 કિલોમીટર દૂર ભાયલા ગામ પાસે, બીજું બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું સાયલી-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે, ચોથું ટોલનાકુ રાજકોટથી આઠ કિલોમીટર પહેલા માલિયાસણ ગામ પાસે બનાવામાં આવ્યું.

આ પણ વાંચો : કચ્છના પ્રાચીન નગર 'ધોળાવીરા' ઝગમગશે! રૂ.135 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામો કરાશે

રાજ્યના રોડ અને મકાન ખાતા દ્વારા નાણાપંચને દરખાસ્ત મોકલવામાં આવી છે, ત્યારે નવા ટોલનાકાને લઈને વિચારણ કર્યા બાદ નાણાપંચ કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે. 


Google NewsGoogle News