Get The App

ગુજરાતમાં ચાર અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોના મોત, જાણો ક્યાં-ક્યાં બની દુર્ઘટના

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
Accident


Accident Incident : ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે રાજ્યમાં ભાવનગર, મહેસાણા, અરવલ્લી, રાજકોટ થઈને ચાર અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં રાજુલાના દાતરડી ગામ નજીક બ્રિજ પર કાર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તો લોકોને સારવાર અર્થે મહુવા ખસેડાયામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની સ્થાનિક પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. 

વિજાપુર મહેસાણા હાઇવે પર ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા મોત

મહેસાણાના વિજાપુર મહેસાણા હાઇવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકે એક 70 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિજાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 

આ પણ વાંચો : ત્રિશુલિયા ઘાટ પર દુર્ઘટના : અંબાજી દર્શન કરીને પરત ફરતા સમયે બસની બ્રેક ફેલ થઈ જતાં અકસ્માત, 20 યાત્રાળુઓ ઘાયલ

અરવલ્લીના માલપુરના ગલિયાદાંતી પાસે ઓડી કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માલપુર તાલુકા ભારતીય કિસાન સંઘના મંત્રીનું ઘટના સ્થળે મોત થયુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : 'બીજો કોઈ રસ્તો નથી...', અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

માધાપર ચોકડી નજીક અકસ્માતની ઘટનામાં એકનું મોત

રાજકોટના માધાપર ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે, ઈશ્વરિયા મંદિરે દર્શન કરીને બાઈકથી પરત ફરી રહેલા 79 વર્ષીય ભરતભાઈ જોષીનું માધાપર ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે બાઈક ટક્કર વાગતા તેમનું મોત થયું. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.


Google NewsGoogle News