પૂર્વ MLAનો પુત્ર ચેઈન સ્નેચિંગના ગુનામાં ઝડપાયો, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી ગઈ પોલીસ
Chain-snatching in Ahmedabad: અમદાવાદમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ચેઇન-સ્નેચિંગ કરતી અલગ અલગ ગેંગ છે જે રાહદારી તેમજ વાહન ચાલકોને ટાર્ગેટ કરતી હોય છે. પરંતુ ઘાટલોડિયા પોલીસના હાથમાં એક એવો યુવક આવ્યો છે, જે કોઈ ગેંગ માટે નહીં, પરંતુ પ્રેમિકા માટે ચેઇન-સ્નેચિંગનો ગુનો પહેલી વખત કર્યો હતો. આ ઉપરાંત આ યુવક મધ્ય પ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કે જે હાલ ભાજપના નેતા છે તેમનો પુત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શહેરના થલતેજ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા 25 વર્ષિય પ્રદ્યુમ્નસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતની પોલીસે અટકાત કરી છે. તેણે 25મી જાન્યુઆરીની રાતે મેમનગર રાજવી ટાવરમાં રહેતા 65 વર્ષિય વસંતીબેન ઐયર ગળામાંથી ચેઈન કટરથી તોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલે વસંતીબેને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પેવિલિયન’ 24 કલાક કાર્યરત, જાણો વિશેષતા