Get The App

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ થઈ જાહેર, રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર 8 ફેબ્રુઆરીથી થશે શરૂ

પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે જે 7 દિવસ સુધી ચાલશે

રાજ્યભરમાંથી કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં આપશે

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ થઈ જાહેર, રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર 8 ફેબ્રુઆરીથી થશે શરૂ 1 - image
Image : pixabay

forest beat guard exam date announced : ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે જેમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.

ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા અંગે મોટા સમાચાર

રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાને લઈને વધુ એક મહત્વના સમાચાર આવ્યા છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ માટે 15 દિવસમાં ભરતીની જાહેરાત થશે તેમજ આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે અને  આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે જે 7 દિવસ સુધી ચાલશે. રાજ્યભરમાંથી કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં આપશે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન થશે.

હવે વર્ગ-3ની ભરતી પરીક્ષા પણ MCQ પદ્ધતિથી લેવાશે

રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જેમાં હવે જૂનિયર ક્લાર્કની પરીક્ષા મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન (MCQ) પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ વર્ગ-3ની ભરતી માટે ફક્ત એક જ વાર પરીક્ષા લેવમાં આવતી હતી અને પરિણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવાતા હતા, જો કે હવે આમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ થઈ જાહેર, રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર 8 ફેબ્રુઆરીથી થશે શરૂ 2 - image


Google NewsGoogle News