ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Rain


Heavy Rains In Gujarat : રાજ્યામાં દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ, આગામી 7 દિવસ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદીનું જોર રહેશે.

2 જિલ્લામાં રેડ, 8 જિલ્લામાં ઓરેન્જ અને 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

આજે (13 જુલાઈ) રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગ સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર સહિતના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે.

દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

14 જુલાઈના દિવસે રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથા યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટ ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ 18 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

અતિભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

15 થી 19 જુલાઈમાં રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગ દ્વારા વરસાદનું પૂર્વાનુમાન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 15 થી 19 જુલાઈ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું પ્રમાણ જોવા મળશે.


Google NewsGoogle News