રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચ જૂનથી AMTS મિની બસ દોડાવાશે
વાસણાથી વાડજ ટર્મિનસ સુધીની બસ રિવરફ્રન્ટ ઉપરથી પસાર કરાશે
અમદાવાદ,સોમવાર,3 જૂન,2024
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા
રિવરફ્રન્ટના મુલાકાતીઓ માટે પાંચ જૂનથી મિની બસ દોડાવવાનો નિર્ણય કર્યો
છે.વાસણાથી વાડજ ટર્મિનસ સુધીના રુટ ઉપર દોડાવવામા આવનારી બસ રિવરફ્રન્ટ ઉપરથી
પસાર કરવામા આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વીસ જેટલી
મિની સી.એન.જી.બસ ઓર્ડર કરવામા આવી છે.આ પૈકી પહેલી બસ પાંચ જૂનથી વાસણાથી વાડજ ટર્મિનસ વચ્ચે
દોડાવવામા આવશે.ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ,વાસણાથી
વાડજ ટર્મિનસ વચ્ચે દોડાવવામા આવનારી આ બસ આંબેડકર બ્રિજથી રિવરફ્રન્ટના રસ્તે થઈ
ચંદ્રભાગા થઈ બહાર નીકળશે.કુલ દસ કિલોમીટરનો આ બસનો રુટ નકકી કરવામા આવ્યો છે.આ બસ
શરુ થવાથી રિવરફ્રન્ટ ઉપર વાહન લીધા વગર જનારા લોકોને ચાલતા જવુ નહિ પડે.આગામી
દિવસોમાં વધુ મિની બસ આવ્યા બાદ રિવરફ્રન્ટ ઉપર વધુ બસ મુકવા અંગે પણ વિચારણા ચાલી
રહી છે.