અમદાવાદ મ્યુનિ.ના ઈતિહાસમા સૌ પ્રથમ વખત ફલાવરશોના સૌથી વધુ ૨૨૧ મીટર લંબાઈના ફલાવર સ્ટ્રકચરને ગીનીસબુકમાં સ્થાન અપાયુ
વર્ષ-૨૦૧૪ના ચીનના ૧૬૬.૧૫ મીટર લંબાઈના સ્ટ્રકચરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો
અમદાવાદ,બુધવાર,10,જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત
૧૧મા ફલાવર શોમાં વિશ્વમાં સૌથી વધુ ૨૨૧ મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રકચરબનાવીને નવો
વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવતા મ્યુનિ.ના આ ફલાવર સ્ટ્કચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ
છે.આ અગાઉ વર્ષ-૨૦૧૪ના વર્ષમાં ચીને ૧૬૬.૧૫ મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રચકર બનાવીને
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ હતુ.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ ગાર્ડન અને ફલાવર ગાર્ડન ખાતે
૩૦ ડિસેમ્બર-૨૦૨૩થી ૧૧મા ફલાવરશોનો આરંભ કરવામાં આવ્યો છે.આ ફલાવરશોમાં ૧૫ લાખથી વધુ
ફુલ-છોડના રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે.૩૦થી વધુ એકઝોટિક(વિદેશી જાતો)ફુલો પણ પ્રદર્શિત
કરવામાં આવ્યા છે.૧ જુલાઈ-૧૯૫૦થી અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજજો મળ્યો છે.૭૪ વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મ્યુનિ.તંત્રની
કોઈ બાબતને ધ્યાનમાં લઈ ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન આપવામાં આવ્યુ છે.ગીનીસ
બુકની એક ટીમ અમદાવાદ પહોંચી હતી.જયાં મેયર પ્રતિભા જૈન, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહિત અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી
ઉંચાઈ ધરાવતા ફલાવર સ્ટ્રકચર માટે સર્ટિફિકેટ આપવામા આવ્યુ હતુ.અમદાવાદ માટે આ ગૌરવવંતી
ક્ષણ હોવાની મેયરે પ્રતિક્રીયા આપી હતી.
૧૧ દિવસમાં ૭.૬૦ લાખથી વધુ
લોકોએ ફલાવરશો નિહાળ્યો
૩૦ ડિસેમ્બર-૨૦૨૩થી શરુ કરવામા આવેલા ફલાવરશોને ૧૧ દિવસમાં
૭.૬૦ લાખથી વધુ લોકોએ નિહાળ્યો હતો. કુલ ૫.૭ લાખ ટિકીટ સાથે ૧૨ વર્ષથી નીચેના ૨.૫૩
લાખ બાળકોએ અત્યાર સુધીમાં ફલાવરશો
નિહાળ્યો છે.સવારથી રાત્રિના સમય સુધી
શહેર અને શહેર બહારથી પણ મોટી સંખ્યામાં લોકો ફલાવરશો નિહાળવા માટે પહોંચી રહયા
છે.
તારીખ ટિકીટ આવક(લાખમાં)
૩૦ ડીસે. ૨૦,૧૬૦ ૧૭,૯૭,૮૨૦
૩૧ડિસે. ૬૩૩૯૦
૫૪,૪૧,૯૮૫
૧ જાન્યુ. ૬૬,૨૫૫ ૩૯,૬૭,૦૧૦
૨ જાન્યુ. ૩૬૭૧૨
૨૧,૪૧,૨૯૫
૩જાન્યુ. ૩૧,૯૮૩ ૧૮,૪૩,૦૪૦
૪ જાન્યુ. ૩૨,૮૪૩ ૧૮,૮૫,૪૧૫
૫ જાન્યુ. ૩૮,૦૯૬ ૨૧,૬૬,૯૭૫
૬ જાન્યુ. ૩૯,૬૯૧ ૩૧,૮૮,૪૫૦
૭ જાન્યુ. ૮૨,૯૨૫ ૬૬,૫૮,૧૦૦
૮ જાન્યુ. ૪૬,૫૫૦ ૨૬,૫૪,૩૮૫
૯ જાન્યુ. ૪૮,૭૧૦ ૨૭,૩૧,૯૭૦