Get The App

મ્યુનિ.ઈતિહાસમાં સૌ પ્રથમ વાર અમદાવાદ મ્યુનિ.નું ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું

પ્રોપર્ટી ટેકસના દરમાં બે ટકાના વધારા સિવાય અન્ય કોઈ વેરામાં વધારો નહીં,છૈં સેલની રચના કરાશે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રીજા ફેઝ ત્રીજા ફેઝ માટે પ્લાનિંગ કરાશે,મ્યુનિ.ની આવક વધતા બજેટમાં ગત વર્ષની તુલનામાં રુપિયા ૨૪૦૧ કરોડનો વધારો, વિકસિત અમદાવાદ-૨૦૪૭,નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સરકયુલર ઈકોનોમી, લીવેબલ અને હેપ્પી સિટી બનાવવાનુ બજેટમાં આયોજન, ઓલ્મિપિકને ધ્યાનમાં સીટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવવા આયોજન કરાશે, ગ્રીન વેસ્ટ કલેકશન અને નિકાલ માટે ગ્રીન વેસ્ટ ડિસ્પોઝ પોલીસી બનાવાશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
મ્યુનિ.ઈતિહાસમાં સૌ પ્રથમ વાર અમદાવાદ મ્યુનિ.નું ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું 1 - image


અમદાવાદ,બુધવાર,31 જાન્યુ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ-૨૦૨૪-૨૫ માટેનું રુપિયા ૧૦૮૦૧ કરોડનું ડ્રાફટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની વેરા સહિતની અન્ય આવકમાં વધારો થતાં ગત વર્ષની તુલનામાં આ વર્ષના રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં રુપિયા ૨૪૦૧ કરોડનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.પ્રોપર્ટી ટેકસના દરમાં બે ટકાના વધારા સિવાય અન્ય કોઈવેરામાં વધારો કરવામાં આવ્યો નથી.સ્વચ્છતા સેસ ઉપરાંત એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ટેકસ ગત વર્ષના દર મુજબ જ વસૂલ કરાશે.એ.આઈ.સેલની રચના કરવા સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે ત્રીજા ફેઝનુ પ્લાનિંગ કરાશે. મ્યુનિ.કમિશનરે ફાઈવ પોઈન્ટ થીમ સાથે ડ્રાફટ બજેટ રજૂ કર્યુ છે.ફાઈવ પોઈન્ટમાં વિકસિત અમદાવાદ-૨૦૪૭,નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ,રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ,ઝીરો વેસ્ટ અને સરકયુલર ઈકોનોમી તથા લીવેબલ અને હેપ્પી સિટી બનાવવા બજેટમાં આયોજન કરવામાં  આવ્યુ છે.અમદાવાદમાં વર્ષ-૨૦૩૬ના વર્ષમાં ઓલ્મિપિક રમતોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.આ બાબતને ધ્યાનમાં રાખીને શહેરમાં સીટી ટ્રાફિત માસ્ટર પ્લાન બનાવવા આયોજન કરવામાં આવશે.એમ મ્યુનિસિપલ કમિશનરે કહયુ હતુ.ગ્રીન વેસ્ટના નિકાલ માટે ગ્રીન વેસ્ટ ડિસ્પોઝ પોલીસી બનાવવાની સાથે બે ડીસેન્ટ્લાઈઝ ગ્રીન પ્રોસેસ પ્લાન્ટ બનાવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ-૨૦૨૩-૨૪ માટેનું મ્યુનિસિપલ કમિશનરે રુપિયા ૮૪૦૦ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યુ હતુ.આ ડ્રાફટ બજેટમાં રુપિયા ૨૪૦૧ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.બજેટ અગાઉ શહેરીજનો પાસેથી શહેરના વિકાસને લઈ સુચનો મંગાવવામાં આવ્યા હતા.આ પૈકી ૬૨૭ ફરજિયાત સેવાના, ૩૬૮ મરજિયાત સેવાના,૧૪ આવક વધારવાના તથા ૧૦૬ ફરિયાદ અંગેના સુચન મળ્યા હતા.જયારે અન્ય ૧૩૧ સુચન મળ્યા હતા.વર્ષ-૨૦૩૬માં અમદાવાદમાં ઓલ્મિપિક રમતોત્સવ યોજાવા જઈ રહયો છે.તેની સાથે અમદાવાદ નેટ ઝીરો સિટી બનવા તરફ પ્રયાણ કરે તે મુજબનુ ડ્રાફટ બજેટમાં આયોજન કરવામાં આવ્યુ છે.સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન બનાવવાના આયોજનની સાથે રોડ,સુએજ, ટ્રાફિક તથા પાર્કીંગ સહિતની અન્ય આનુષાંગિક માળખાગત સુવિધાનુ આયોજન કરવામાં આવશે.ગ્લોબલ લિવેબલ ઈન્ડેકસ અંતર્ગત મોસ્ટ લિવેબલ સિટી ઈન ધ વર્લ્ડ હેઠળ અમદાવાદનો નંબર આવે એ પ્રમાણે વિકસિત અમદાવાદ-૨૦૪૭ના થીમનો સંકલ્પ મ્યુનિ.કમિશનરે ડ્રાફટ બજેટમાં રજૂ કર્યો છે.શહેરમાંથી એકત્ર કરવામાં આવતા લીલા કચરાના કલેકશન અને નિકાલ માટે ગ્રીન વેસ્ટ ડિસ્પોઝ પોલીસી બનાવી બે ગ્રીન પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

નેટ ઝીરો પોલીસી-૨૦૭૦ના અમલ માટે સેલની રચના કરાશે

અમદાવાદને કલાઈમેટ ચેઈન્જની ભંયકર અસરથી બચાવવા તથા ભાવિ પેઢી માટે કુદરતી સંપદા બચાવવા માટે નેટ ઝીરો પોલીસી-૨૦૭૦ના અમલ માટે સેલની રચના કરાશે.સોલાર સિટી તથા સોલાર ટ્રી તેમજ ૫૦ મેગાવોટ રીન્યુએબલ એનર્જી જનરેશન દ્વારા અમદાવાદ મ્યુનિ.ની કુલ જરુરીયાતના ૫૦ ટકા જનરેટ કરવાનોલક્ષ્યાંક નકકી કરવા તથા વિન્ડ પાવર વેસ્ટ ટુ એનર્જી તેમજ એનર્જી સેવીંગ કરીને કાર્બન એમીસનમાં ઘટાડો કરવાનુ  આયોજન કરવામાં આવ્યુ છે.પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પૈકી વધુમાં વધુ ઈલેકટ્રીક બસો,ઈલેકટ્રીક વાહનોને લાસ્ટ માઈલ કનેકટિવિટી સાથે મુકવામાં આવશે.

AI  સેલની રચના કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને આપવામાં આવતી સુવિધાઓમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે એ.આઈ.સેલની રચના કરાશે.ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરી મ્યુનિસિપલ ડેટાનું પૃથ્થકરણ કરાશે.માસ્ટર પ્લાન ઓફ એએમસી ડેટા પોલીસી બનાવવામાં આવશે.ઈન્ટરનલ ઈ-ગવર્નન્સમાં વધુ સુધારો કરવા જી.આઈ.એસ.એમ.આઈ.એસ.સેલ બનાવવામાં આવશે.

સરકયુલર ઈકોનોમી અંતર્ગત શું કરાશે?

સરકયુલર ઈકોનોમી અંતર્ગત વેસ્ટને  ઈકો ફ્રેન્ડલી પધ્ધતિથી રીડયુઝ, રીસાયકલ અને રીસાયકલ કરીને ઘટાડવા માટે વેસ્ટ ટુ એનર્જી અંતર્ગત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, રીન્યુએબલ ઈલેકટ્રીક સિટી જનરેટ કરીને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીનો  ઔદ્યોગિક અને સિંચાઈ માટે ઉપયોગ કરવા આયોજન કરવામાં આવશે.

રિવરફ્રન્ટ ફેઝ-૩નું ડેવલપમેન્ટ દુબઈના ડેવલપર્સ દ્વારા ડેવલપ કરાશે

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ ફેઝ-૨માં ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.લેન્ડ  ડિસ્પોઝેબલ પોલીસી-૨૦૨૩ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડેવલપર્સ દ્વારા આઈકોનીક બિલ્ડિંગ સરળતાથી બનાવી શકાશે.ફેઝ-૨માં પૂર્વ અને પશ્ચિમમાં લંબાવીને ઈન્દિરાબ્રિજ સુધી ડેવલપમેન્ટ કરાશે.ફેઝ-૩માં ઈન્દિરાબ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધીનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય ડેવપર્સ દ્વારા ડેવલપ કરવામાં આવશે.ગુજરાત સરકાર અને શોભા રીયાલીટી,દુબઈ વચ્ચે આ અંગે એ.ઓ.યુ.કરવામાં આવ્યા છે.નદીના  પશ્ચિમ કાંઠે બાયોડાયવર્સિટી પાર્કમાં ૨૫ કરોડના ખર્ચે મેડીટેશન કમ યોગા સેન્ટર બનાવવામાં આવશે.

ટાગોરહોલ પાછળ કલ્ચરલ,બિઝનેસ સેન્ટર બનાવાશે

મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં શહેરના ટાગોરહોલની પાછળના ભાગમાં રુપિયા ૨૫ કરોડના ખર્ચથી કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવા જોગવાઈ કરવામાં આવી છે.ગાંધીબ્રિજથી નહેરુબ્રિજ વચ્ચેના સ્ટ્રેચમાં તથા ગુર્જરી બજાર ખાતે વ્હીકલ માટે પાર્કીંગ તૈયાર કરવામાં આવશે.નદીમાં પૂર્વ અને પશ્ચિમમાં લોઅર પ્રોમિનાડમાં ગ્રીન વોલનું નિર્માણ કરાશે.

પાર્કીંગ એન્ફોર્સમેન્ટ બ્રિગેડ ઉભી કરાશે

અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે પાર્કીંગ એનફોર્સમેન્ટ બ્રિગેડ ઉભી કરવામાં આવશે.ટ્રાફિક,વેન્ડિંગ અને પાર્કીંગમાં એકસૂત્રતા જળવાઈ રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.શહેરમાં ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ અને મલ્ટી લેવલ વગેરે પાર્કીંગના સ્થળ ેમોનિટરીંગમાં શેડ પાર્કીંગ તથા પાર્કીંગ પરમીટ મેળવવા માટે એ.આઈ.ની મદદથી સ્માર્ટ પાર્કીંગ બનાવવામાં આવશે.

૩૧ માર્ચ-૨૦૨૪ની સ્થિતિએ ૯૫૭ કરોડનું દેવું

૩૧ માર્ચ-૨૦૨૪ની સ્થિતિએ રુપિયા ૯૫૭ કરોડનું દેવુ થવાનો અંદાજ છે.૮૦.૧૧ કરોડની સરકારી લોન ઉપરાંત રુપિયા ૨૦૦ કરોડના બોન્ડ અને જીએસએફસીની રુપિયા ૫૬૯.૮૬ કરોડ તેમજ જીઆરપીસીની રુપિયા ૬૦ કરોડની લોનનો સમાવેશ થાય છે.

કયા ઝોનને કેટલી રકમ ફળવાશે

શહેરના સાત ઝોનમાં રોડ,પાણી,ફુટપાથ સહિતની કામગીરી કરવા મ્યુનિ.કમિશનરે ઝોન મુજબ ફાળવેલી રકમ આ મુજબ છે

ઝોન    રકમ(કરોડમાં)

મધ્ય   ૫૭.૩૧

ઉત્તર   ૮૫.૪૬

દક્ષિણ  ૯૮.૬૬

પૂર્વ    ૧૦૦.૦૦

પશ્ચિમ  ૧૦૫.૬૫

ઉ.પ.   ૯૮.૨૩

દ.પ.   ૮૨.૧૪

ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-ટુ નું કામ હાથ ધરવામાં આવશે

ખારીકટ કેનાલ રિડેવલપમેન્ટ ફેઝ-ટુ અંતર્ગત રુપિયા ૧૨૩૦ કરોડના અંદાજિત ખર્ચથી નરોડા સ્મશાનગૃહથી ઉપરના ભાગમાં તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર,વટવામાંથી પસાર થતી અંદાજે ૧૫૬૫૦ મીટર લાંબી કેનાલનું રિડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે.

કોમર્શિયલ ટોઈલેટ કોમ્પલેકસ બનાવાશે

શહેરના જાહેર સ્થળો કે જયાં મુલાકાતીઓની અવરજવર વધુ રહેતી હોય એવા સ્થળ આઈડેન્ટીફાય કરીને ચાર કોમર્શિયલ ટોઈલેટ બનાવાશે.ગ્રાઉન્ડ ફલોર ઉપર ટોઈલેટની સુવિધા આપી ઉપરના માળે અલગથી એન્ટ્રી આપી ટેક એ બ્રેક હેતુથી કોમર્શિયલ હેતુથી વપરાશ માટે પી.પી.પી.બેઝથી આપવામાં આવશે.

રુપિયો કયાંથી આવશે?

ઓકટ્રોય ગ્રાન્ટ       ૧૬

જનરલ ટેકસ           ૨૦

વોટર-કોન્ઝર્વન્સી       ૧૧

વ્હીકલ ટેકસ            ૦૩

પ્રોફેશનલ ટેકસ         ૦૪

નોનટેકસ રેવન્યુ      ૨૯

સબસીડી,ગ્રાન્ટ          ૧૧

અન્ય આવક            ૦૬

રુપિયો કયાં જશે?

એસ્ટાબ્લિશમેન્ટ         ૩૦

જનરલ ખર્ચ            ૦૨

મરામત-નિભાવ         ૦૭

પાવર-બળતણ         ૦૪

સર્વિસ-પ્રોગ્રામ          ૦૯

કોન્ટ્રીબ્યુશન,ગ્રાન્ટ      ૧૪

લોન ચાર્જીસ            ૦૩

વિકાસકાર્ય માટે         ૩૧

પાંચ સ્થળે આઈકોનીક રોડ બનાવાશે

શહેરમાં શાતિપુરા ચોકડીથી સાણંદ ચોકડી થઈ કેડીલા સર્કલ, નરોડા મુકિતધામથી દહેગામ જંકશન, એસ.પી.રીંગ રોડ, કાકે કા ધાબા જંકશન, પકવાન જંકશનથી કેશવબાગ(જજીસ બંગલા રોડ), એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન ખાતે આઈકોનીક રોડ બનાવાશે

લો ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ કરાશે

લો ગાર્ડન વિસ્તારના કનેકટિંગ રોડ એટલે કે મીઠાખળીથી સી.જી.રોડ ગીરીશ કોલ્ડ્રીંક જંકશન, સી.જી.રોડ જંકશનથી ચકલી જંકશન, ચકલી સર્કલથી હેપ્પી સ્ટ્રીટથી કોમર્સ છ રસ્તા સુધી લોગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ માટે રુપિયા ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સિંધુભવન રોડ ઉપર સિટી સ્કવેર બનશે

શહેરના કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા થઈ પ્રહલાદનગર ગાર્ડન થઈ એસ.જી.હાઈવે સુધી સ્પોર્ટસ થીમ રોડ બનાવવા રુપિયા એક કરોડની જોગવાઈ કરાઈ છે.સિંધુભવન રોડ ઉપર સિટી સ્કવેર ડેવલપ કરવા રુપિયા ૧૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.જેમાં ૧૨૫ મીટર ઉંચાઈનું કોર ટાવર બનાવવાની સાથે ફુડ કોર્ટ, સ્કાય લાઈટ,એમ્ફી થિયેટર,વોટર ફાઉન્ટેઈન,સીટીંગ ડેકસ, સેન્ટ્રલ કોર્ટ તથા પ્લાન્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

૧૮ તળાવ ડેવલપ કરાશે

મુઠીયા ગામ તળાવ, રામોલ વડુ તળાવ, ચંડોળા, રાણીપ આહવાડીયા તળાવ, રોપડા તળાવ, ગોતા તળાવ,ફેઝ-ટુ, બોડકદેવ મહિલા તળાવ, મલેકસાબાન તળાવ (ફેઝ-ટુ), હેબતપુર, મકરબા,મુમતપુરા, મહાલક્ષ્મી તળાવ અને અન્ય તળાવને ડેવલપ કરવા રુપિયા ૫૧.૫૦ કરોડની રકમ ફાળવવામા આવી છે.

શહેરના પાંજરાપોળ જંકશન ઉપર સ્પલીટ

ફલાયઓવરબ્રિજ ઉપરાંત પંચવટી અને માનસી જંકશન ઉપર રુપિયા ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.આ કામગીરી માટે રુપિયા ૧૧૫ કરોડની રકમ ફળવાઈ છે.જુના લકકડીયા પુલના રીસ્ટોરેશન અને પેડેસ્ટ્રીયન રસ્તા માટે રુપિયા ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે.એરપોર્ટથી ઈન્દિરા સર્કલ રોડ,નારોલ જંકશન પાસે, સ્ટાર બજાર પાસે અને નહેરુનગરથી શિવરંજની રોડ ઉપર ફુટ ઓવરબ્રિજ બનાવવા રુપિયા ૧૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.   

 

કયાં કેટલી રકમની ફાળવણી

આયોજન               રકમ(કરોડમાં)

સીટી માસ્ટર પ્લાન     ૧૦

નવા રોડ(તમામ ઝોન) ૭૯૦

સિટી એન્ટ્રી ગેટ         ૫

પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ  ૧૫

આઈકોનીક રોડ         ૮૫

સ્પોર્ટસથીમ રોડ                ૦૧

સરખેજ હાઈવે          ૩૫

મેટ્રોનીચેના રોડ         ૩૦

૧૦૦ ટ્રાફિક જંકશન    ૧૦

સ્માર્ટ પાર્કીંગ          

સ્કલ્પચર               ૩

સાઈનેજીસ              ૩

ગોતા કેનાલ            ૧૬૯

ખારીકટ કેનાલ         ૨૫૦

સુએજ પમ્પિંગ સ્ટેશન   ૧૩૫

એસ.ટી.પી.             ૮૫

ડ્રેનેજ નેટવર્ક           ૧૬૫

સ્ટ્રોમ વોટર નેટવર્ક     ૪૫

ફલડમીટીગેશન         ૭૫

ડ્રેનેજ રીહેબીલીટેશન    ૭૭

મધ્યઝોનમાં પોલ્યુશન  ૧૦૫

ટ્રીટેડ પાણી આપવા     ૧૫૦

સોલાર પેનલ           ૧૦

તળાવ ઈન્ટરલિંકીંગ    ૧૫૦

કોતરપુર પ્લાન્ટ                ૨૫૪

એનર્જી સેવિંગ ઈકવીપમેન્ટ ૪૦

વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ૬૭

ફાટકમુકત રેલવે બ્રિજ  ૧૫૦

ફાટકમુકત અંડરબ્રિજ   ૧૦૦

એસ.જી.હાઈવે અંડરપાસ        ૧૫

મીની સ્પોટર્સ કોમ્પલેકસ        ૨૧

આંગણવાડી             ૧૦

કોમર્શિયલ ટોઈલેટ     ૧૦

નવી હાઈસ્કૂલ          ૫

નવી પ્રાથમિક શાળા    ૩૨

અર્બન હાઉસ          

શેલ્ટર હોમ             --

વર્કીંગવુમન હોસ્ટેલ     ---

હેરીટેજ                 ૨૦

મેમોરીયલ પાર્ક         ૧૦

સિટી માર્કેટ પ્લેસ       --

અર્બન હેલ્થ સેન્ટર      ૨૦

સોલિડ વેસ્ટમેનેજમેન્ટ  ૨૩૦  

પાર્ટી પ્લોટ             ૧૭

શાકમાર્કેટ               ૨૪

૧૦ હજાર આવાસ      ૨૫૦  

પ્લેગ્રાઉન્ડ              ૪૯

વોટરપ્લાઝા            ૭

નેટ ઝીરો સેલ          ૧૨૦

ગ્યાસપુર ફોરેસ્ટ                ૫

ઓકિસજન પાર્ક         ૩

બોટોનિકલ ગાર્ડન      ૮

યોગા કોર્નર            ૨૦

લિનિયર ગાર્ડન         ૧

૬૧ કરોડ કોમ્યુનિટી હોલ ડેવલપમેન્ટ માટે ખર્ચાશે

સરદારનગરમાં નવો કોમ્યુનિટી હોલ બનાવવા ઉપરાંત બાપુનગરના ઈન્દુલાલ યાજ્ઞિાક હોલ, મણીનગરમાં બળવંતરાય હોલના નવીનીકરણ,વટવામાં નવો કોમ્યુનિટી હોલ બનાવવા, અસારવામાં મંગળદાસ હોલનુ નવીનીકરણ, જમાલપુરમાં વસંતરજબ હોલ,ખાડિયામાં તલાટી હોલ, ચાંદખેડામાં પંડિત દિનદયાલ હોલનુ નવીનીકરણ, ભાઈપુરા વોર્ડના હોલના અપગ્રેડેશન માટે રુપિયા ૬૧ કરોડ ખર્ચાશે

જયશંકર,મંગલપાંડે હોલનુ રીનોવેશન થશે

શહેરમાં આવેલા જયશંકરસુંદરી હોલ તથા મંગલપાંડે હોલનુ રુપિયા ૪૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે.ઉત્તરઝોનના નરોડા વોર્ડ તથા નવરંગપુરા વોર્ડમાં રુપિયા ૧૦ કરોડના ખર્ચથી ઓડિટોરીયમ બનાવાશે.

સ્નાનાગાર માટે ૮૦ કરોડ ખર્ચ કરાશે

વાસણા સ્વીમીંગપુલના રીનોવેશન ઉપરાંત નિકોલ,ઓઢવ, સરખેજ,બોપલ-ઘુમા, નરોડા,સરદારનગર, ચાંદલોડીયા,થલતેજ, જોધપુર વોર્ડમાં સ્નાનાગારના રીનોવેશન તથા ડેવલપમેન્ટ માટે રુપિયા ૮૦ કરોડનો ખર્ચ કરાશે.

નવા અર્બન હેલ્થસેન્ટર બનાવાશે

ત્રાગડ,ભાડજ અને નિકોલમાં રુપિયા ૧૦ કરોડના ખર્ચે નવા અર્બન હેલ્થ સેન્ટર, લાંભા અને મકતમપુરા વોર્ડમાં રુપિયા ૫ કરોડના ખર્ચે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવાશે.

રીન્યુએબલ એનર્જીનુ ઉત્પાદન કરાશે

૨૦ મેગાવોટ વિન્ડ પાવરપ્લાન્ટથી અંદાજીત વાર્ષિક કુલ ૫૯.૪ મિલીયન યુનિટની વાર્ષિક રુપિયા ૨૮.૧૪ કરોડની તથા ૩૦ મેગાવોટ કેપ્ટિવ સોલાર સિસ્ટમથી વાર્ષિક અંદાજિત કુલ ૪૭.૧ મિલીયન યુનિટની રુપિયા ૨૬.૨૮ કરોડની રીન્યુએબલ એનર્જીનુ ઉત્પાદન કરાશે.આમ થવાથી વાર્ષિક અંદાજીત ૯૭,૯૮૦ ટન કાર્બન ફુટ પ્રિન્ટમાં ઘટાડો થશે.

આઈકોનીક બેરેજ કમ બ્રિજ બનાવાશે

        સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત  અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે સિકસલેન બેરેજ કમ બ્રિજ બનાવવા મ્યુનિ.ડ્રાફટ બજેટમાં આયોજન કરાયુ છે.બ્રિજની બંને સાઈડ ફુટપાથ તથા રિવરફ્રન્ટ રોડ માટે ચારે બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેકટ કરતા એપ્રોચ બ્રિજ સહિત બનાવવામાં આવશે.આ કામગીરી માટે રુપિયા ૩૫૦ કરોડનો  ખર્ચ અંદાજવામાં આવ્યો છે.કામગીરી પુરી થયા બાદ ચાંદખેડા, સાબરમતી,મોટેરા અને પૂર્વમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેકટિવીટી મળશે.સુચિત બેરેજ કમ બ્રિજના કારણે અચેર-સદરબજારથી ઉપરવાસમાં  સંગ્રહિત થનારા પાણીના જથ્થાથી અમદાવાદ શહેરને નર્મદા મેઈન કેનાલના રીપેરીંગ-મેઈન્ટેનન્સ સમયે આશરે ૧૦થી ૧૫ દિવસ ચાલી શકે એટલો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે કોતરપુર વોટરવર્કસ ખાતે ઉપલબ્ધ થઈ શકશે.સાબરમતી નદીના ઉપરવાસમાં સંતસરોવરસુધી પાણીનો સંગ્રહ થઈ શકશે.

                


Google NewsGoogle News