Get The App

સરકારી યોજનાના પ્રચાર-પ્રસાર માટે , વિકસિત ભારત સંકલ્પ યાત્રાના એક કાર્યક્રમનો ત્રણ લાખ ખર્ચ

રોજના છ લાખ પ્રમાણે ૪૮ વોર્ડમાં સંકલ્પયાત્રાનો ખર્ચ મ્યુનિ.ભોગવશે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News

     સરકારી યોજનાના પ્રચાર-પ્રસાર માટે , વિકસિત ભારત સંકલ્પ યાત્રાના એક કાર્યક્રમનો ત્રણ લાખ ખર્ચ 1 - image

  અમદાવાદ,ગુરુવાર,14 ડીસેમ્બર,2023

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં સવાર-સાંજ એમ બે વખત સરકારી યોજનાના પ્રચાર-પ્રસાર માટે વિકસિત ભારત સંકલ્પયાત્રાનુ આયોજન કરાઈ રહયુ છે.એક કાર્યક્રમ પાછળ ત્રણ લાખ રુપિયા ખર્ચ થાય છે.રોજના છ લાખ પ્રમાણે ૪૮ વોર્ડમાં યાત્રા પાછળ થનાર ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ સરકારી યોજના લોકો સુધી પહોંચાડવા ૪૮ વોર્ડમાં ૪૮ દિવસ સુધી એક વોર્ડમાં બે સ્થળે કાર્યક્રમ કરવા પાછળ થનાર ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન તિજોરીમાંથી કરવા અંગે મંજુરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજુર કરવામાં આવી હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે   લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય લાભ ખાટવા લોકોએ ભરેલા પ્રોપર્ટીટેક્ષના નાણાંમાંથી રુપિયા ૨.૮૮ કરોડ જેવી માતબર રકમનો દુરઉપયોગ સત્તાધારી પક્ષ દ્વારા કરાઈ રહયો હોવાનો આક્ષેપ કર્યો છે.યાત્રાના આ કાર્યક્રમમાં રોજ સવાર-સાંજ બે સમય મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફરજિયાત હાજર રાખવા કરવામાં આવેલા આદેશનો પણ વિરોધ વ્યકત કરી તંત્રનો ખોટી રીતે ઉપયોગ ના કરવા ચેતવણી આપી છે.


Google NewsGoogle News