Get The App

અમદાવાદમાં 15 વર્ષ પહેલા બનેલા 514 EWS આવાસનો AMCએ હજુ સુધી ન કર્યો ડ્રો, હવે તમામ તોડી પડાશે

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
AMC


AMC To Demolish 514 EWS Homes : અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વટવામાં 15 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો વાપર્યા વગર જ તોડી પાડવામાં આવશે. 15 વર્ષમાં એક પણ મકાનની ફાળવણી ન થઈ, જેના કારણે મકાનો જર્જરીત થઈ ગયા. મકાનોનો સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતાં AMC દ્વારા EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવતાં વિવાદ થયો છે. 

વિપક્ષે ઉઠાવ્યા સવાલો

સમગ્ર મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણનું કહેવું છે કે, અમદાવાદ શહેરમાં આજે પણ ઘણા એવા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જેમને રહેવા મકાન નથી. તો સવાલ એ થાય છે કે, ભાજપ આટલા વર્ષોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાનો ફાળવી ન શકી. હવે આવાસના મકાન તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવાસ બનાવ્યા તે સમયે હાટકેશ્વર બ્રિજ જેવો મોટો ભષ્ટ્રચાર થયો હોવાનો આક્ષેપ શહેઝાદખાને લગાવ્યો છે. 

આ પણ વાંચો : નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી

EWS આવાસ યોજનાના 514 મકાનો તોડી પડાશે

વટવામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા EWS આવાસ યોજનાના 514 મકાનો 15 વર્ષ બાદ જર્જરીત થતાં AMCએ તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખાતર પર દિવેલ જેવો ઘાટ સર્જાયો છે. 15 વર્ષ પહેલાં 514 મકાનો બનાવવા કરોડોનો ખર્ચ કર્યો, અને હવે આ માકનો તોડવા માટે પણ કરોડોનો ખર્ચ કરાશે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યનો દગો, કોંગ્રેસના નેતા પાસેથી ઓટીપી લઈ ભાજપના સભ્ય બનાવી દીધા

જવાબદારો સામે પગલાં લેવાશે?

ત્યારે સવાલ એ થાય છે કે આટલા વર્ષો સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં? મકાનો ખંડેર જેવા બની ગયા ત્યાં સુધી તેની જાળવણી કેમ ન કરવામાં આવી? વિપક્ષે આ સમગ્ર મામલે આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ કરી છે. 


Google NewsGoogle News