Get The App

નિકોલ વિસ્તારની હોટલમાં ફુડ પોઈઝનિંગ , ૪૫ અસરગ્રસ્તોને સારવાર બાદ રજા અપાઈ,હોટલને ૨૫ હજારનો દંડ

રાજપીપળાથી જાન આવી હતી,મણીનગરની ડેરીમાંથી શંકાસ્પદ પનીર અને માણેકચોકમાંથી માવાનુ સેમ્પલ લેવામાં આવ્યું

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
નિકોલ વિસ્તારની હોટલમાં ફુડ પોઈઝનિંગ ,  ૪૫ અસરગ્રસ્તોને સારવાર બાદ રજા અપાઈ,હોટલને ૨૫ હજારનો દંડ 1 - image


અમદાવાદ,મંગળવાર,13 ફેબ્રુ,2024

અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપર નિકોલ ખાતે આવેલી રાજપીપળાથી જાન લઈ આવેલા જાનૈયાઓ સાથે હોટલ મેરી ગોલ્ડ ખાતે સોમવારે રાત્રિના સમયે કુલ મળીને ૨૭૦ લોકો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો.ભોજનમાં વેલકમ ડ્રીંકસ ઉપરાંત દુધની બનાવટનો જયુસ, ગાજરના હલવા સહિતની વાનગી જાનૈયાઓને પીરસવામાં આવી હતી.મોડી રાત્રિના સમયે કન્યા વિદાય બાદ સી.ટી.એમ.એકસપ્રેસ વે ઉપર જાન પહોંચી એ સમયે એક પછી એક  ૪૦થી ૫૦ લોકોને જાનૈયાઓને ઉલટી અને ઝાડાની અસર થતા નવ લોકોને એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.અન્ય લોકોને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.અમદાવાદમાં સારવાર માટે દાખલ કરવામા આવેલા તમામ દર્દીઓને મંગળવારે સવારે તબીયત સ્થિર થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામા આવ્યો હતો.મ્યુનિ.ફુડ વિભાગે મણીનગરમાં આવેલી શ્રીજી ડેરી ખાતેથીશંકાસ્પદ પનીરનુ સેમ્પલ લેવા ઉપરાંત માણેકચોકમાં આવેલ હોટલને રુપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.માણેકચોકમાં આવેલ હસમુખભાઈ માવાવાળાને ત્યાંથી માવાનુ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યુ હતુ.

નિકોલ વિસ્તારની કન્યા નિધિ ભાવસારના લગ્ન બાદ સોમવારે રાત્રિના સમયે નિકોલ વિસ્તારમાં આવેલી હોટલ મેરી ગોલ્ડમાં જાનૈયાઓને ભોજન પીરસવામાં આવ્યુ હતુ.કન્યા વિદાય બાદ જાનને વળાવવામાં આવ્યા બાદ એક લકઝરી બસ સહિત જાનૈયાઓ સી.ટી.એમ.એકસપ્રેસ વે સુધી પહોંચ્યા એ સમયે જાનૈયાઓને ફુડ પોઈઝનિંગની અસર શરુ થવા લાગી હતી.જાનૈયાઓ પૈકી વધુ અસર ધરાવતા પાંચ લોકોને મ્યુનિ.સંચાલિત એલ.જી.તથા ચાર લોકોને શારદાબહેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.સ્થળ તપાસ માટે હોટલ ખાતે પહોંચેલી ફુડ વિભાગની ટીમના પ્રાથમિક તારણ મુજબ, જમણવારમાં પનીરની સબ્જી તેમજ ગાજરનો હલવો રાખવામાં આવ્યો હતો.ગાજરના હલવામાં વાપરવામાં આવેલા માવાનું ટેમ્પરેચર જળવાયુ ના હોવાથી ફુડ પોઈઝનિંગથયુ હોઈ શકે છે.પનીર મણીનગરમાં આવેલી શ્રીજી ડેરીમાંથી લાવવામાં આવ્યુ હતુ.મ્યુનિ.ના ફુડ વિભાગની ટીમે મણીનગરમાં આવેલી શ્રીજી ડેરીમાંથી પનીર અને માણેકચોકમાં આવેલા હસમુખભાઈ માવાવાળાને ત્યાં અલગ અલગ ટીમ મોકલી શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા હતા.હોટલમાં પનીર અને માવો આ બંને સપ્લાયરને ત્યાંથી મોકલવામાં આવતો હતો.અમદાવાદ અને નડિયાદ ખાતેની હોસ્પિટલમાં ફુડ પોઈઝનિંગ બાદ સારવાર માટે દાખલ કરવામાં આવેલા તમામ જાનૈયાઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

સરકારી કાર્યક્રમો માટે ફુડની વ્યવસ્થા કરવાની ફુડ વિભાગ પાસેથી સત્તા આંચકી લેવાઈ

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા ફુડ વિભાગના અધિકારીને ફુડ સેમ્પલ લેવાની બાબતમાં ફુડ સેફટી એકટ ઉપરાંત જી.પી.એમ.સી.એકટ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરવા અગાઉ સુચના અપાઈ હતી.આમ છતાં તેનો પુરો અમલ થતો નહીં હોવાનું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાનમાં આવતા શહેરમાં વખતોવખત યોજાતા વિવિધ સરકારી કાર્યક્રમોમાં  ફુડ કે નાસ્તાની વ્યવસ્થા કરવા ફુડ વિભાગ તરફથી કરવામાં આવતી હતી.તેને બદલે હવેથી સરકારી કાર્યક્રમો માટે જે તે ઝોન લેવલે વ્યવસ્થા કરવાનો આદેશ કરી ફુડ વિભાગ પાસેથી સત્તા આંચકી લેવામાં આવી છે.


Google NewsGoogle News