Get The App

તહેવારોના દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
તહેવારોના દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી 1 - image


Food And Drugs Department Drives : દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવીને છેલ્લા 15 દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત કર્યો. જેમાં દિવાળી પૂર્વે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ સેફ્ટી પખવાડિયા હેઠળ 03 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધીમાં 115 સ્થળો દરોડા પાડીને 226 ટન મટીરીયલ સિલ કરવામાં આવ્યું. આ સાથે આશરે 32 ટન જેટલું ભેળસેળયુક્ત ઘી પણ જપ્ત કરવામાં આવ્યું.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે શું કહ્યું? 

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકાર દ્વારા 15 દિવસ ફૂડ સેફ્ટી પખવાડિયાની સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવાઈ. તહેવારોની સિઝનમાં ડુપ્લિકેટ કે નકલી ચીજ વસ્તુઓ અને ભેળસેળયુક્ત વેચાણ ઉપર લગામ લાગવવા માટે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી.' 

આ પણ વાંચો : સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પણ થયો પર્દાફાશ, 3 પેડલરોની ધરપકડ

8246 નમુના લેવામાં આવ્યા

ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે 17 ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા 2603 એન્ફોર્સમેન્ટ નમુના અને 5643 સર્વેલન્સ નમુના મળીને કુલ 8246 જેટલા નમુના લેવાની સાથે 3987 થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા.

તહેવારોના દિવસમાં 6.3 કરોડનો ભેળસેળયુક્ત ખાણીપીણીનો જથ્થો જપ્ત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી 2 - image

છેલ્લા 15 દિવસમાં કરોડના કિંમતની ભેળસેળયુક્ત વસ્તુ મળી

ફૂડ સેફ્ટી પખવાડિયામાં રાજ્યના અનેક સ્થળોએ દરોડા પાડીને અયોગ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય વસ્તુઓ ઝડપી પાડી છે. જેમાં ભેળસેળયુક્ત આશરે 41 લાખ રૂપિયાનું 27889 કિલો. ખાદ્ય તેલ, 80 લાખ રૂપિયાનું 36044 કિલો સ્વીટ, 3.86 કરોડ રૂપિયાનું 92846 કિલો. ઘી, 49 લાખ રૂપિયાનું 37082 કિલો. અનાજ, 29.96 લાખ રૂપિયાનું 24092 કિલો. મસાલા, 27.87 લાખ રૂપિયાનું 1706 કિલો. ડ્રાય ફ્રૂટ સહિતની વસ્તુઓ જપ્ત કરી.

આ પણ વાંચો : પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાની ધરપકડ, પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન 

દૂધની બનાવટી મીઠાઈ સહિત એક ડી માર્ટના ગોડાઉનમાંથી મિસબ્રાન્ડની ડ્રાયફ્રૂટનો અંદાજીત 30 લાખનો જથ્થો પણ મળી આવ્યો. આ ડ્રાયફ્રૂટનો નમુનો લેબમાં ચકાસણી માટે મોકલવાયો છે, જો નમુનો અયોગ્ય જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.


Google NewsGoogle News