પોરબંદરમાં કુદરતનો પ્રકોપ: હજારો ઘર પાણીમાં ડૂબ્યા, બંદર પર ચાર નંબરનું સિગ્નલ

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Heavy Rain In Porbandar District


Heavy Rain In Porbandar District : રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદને લઈને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હોવાથી અનેક લોકો પ્રભાવિત થયા છે, છેલ્લા ત્રણ દિવસથી લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. દરિયાઈ વિસ્તારોમાં ડીપ ડિપ્રેશનના કારણે પોરબંદરના બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરનો ખડપીટ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં થશે મેઘતાંડવ, આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

પોરબંદરમાં મેઘકહેરથી ઠેર-ઠેર પાણી-પાણી, જનજીવન ખોરવાયું

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં એક માળ સુધીના પાણી ભરાયા છે. જ્યારે ખટપીટ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

હજારો ઘરો પાણીમાં ગરકાવ, 200 જેટલાં લોકોનું રેસ્ક્યુ

પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે 5 હજારો ઘરો પાણીમાં ગરકાવ થયા છે. આ દરમિયાન 200 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં મેઘકહેરથી ઠેર-ઠેર પાણી-પાણી જોવા મળી રહ્યું છે ત્યારે જનજીવન ખોરવાયું છે. આ સાથે પશુપાલનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

આ પણ વાંચો : વિશ્વામિત્રી બાદ હવે મચ્છુએ વેર્યો વિનાશ: ઘર-દુકાનો પાણીમાં, લોકો ખાધા-પીધા વગર રહ્યા, ખેડૂતો પરેશાન

ચાર નંબરનું સિગ્નલ લગાવાયું, તંત્રએ સતર્ક રહેવા સૂચના આપી

દરિયાઈ વિસ્તારોમાં ડીપ ડિપ્રેશનના કારણે પોરબંદર બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

પોરબંદરમાં કુદરતનો પ્રકોપ: હજારો ઘર પાણીમાં ડૂબ્યા, બંદર પર ચાર નંબરનું સિગ્નલ 2 - image


Google NewsGoogle News