Get The App

ચેતવણીરૂપ કિસ્સો: દાહોદમાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી ગયું, ડૉક્ટરોએ સર્જરી કરીને બહાર કાઢી

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ચેતવણીરૂપ કિસ્સો: દાહોદમાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી ગયું, ડૉક્ટરોએ સર્જરી કરીને બહાર કાઢી 1 - image


Child Swallows Whistle In Dahod : દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળકસિસોટી ગળી ગયુ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો. ડૉક્ટરે સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી સિસોટી કાઢી હતી. 

બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી કાઢવા તબીબોની સફળ સર્જરી

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી જતા વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય હોવાનું તબીબોએ જણાવ્યું હતું. 

આ પણ વાંચો: VIDEO: ગોધરામાં 10થી વધુ લોકોને બચકાં ભરનાર કપિરાજ ઝડપાયો, વન વિભાગે ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો

પાંચ બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી નીકળવા માટે SSGના ઈએનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા સફળ સર્જરી કરી હતી અને બાળકની શ્વાસનળીમાંથી સફળતા પૂર્વક સિસોટી કાઢી હતી. બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાશકારો થયો. 


Google NewsGoogle News