ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજલાઈનને અડતાં પાંચ લોકોને કરંટ લાગ્યો, બેના મોત

ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે

ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજલાઈનને અડતાં પાંચ લોકોને કરંટ લાગ્યો, બેના મોત 1 - image



આણંદઃ (Khambhat)સમગ્ર દેશમાં આજે ગણેશ વિસર્જનનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. દરિયા અને નદીમાં ડૂબી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આણંદના ખંભાતમાં મોટી દુર્ઘટના ઘટી છે.(Five people electrocuted)જેમાં ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.(Ganesha visarjan Yatra) ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જતાં પાંચ જણાને કરંટ લાગ્યો હતો. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરરાટી પ્રસરી ગઈ છે.

મૂર્તિ હેવી વીજ લાઈનને અડી જતાં પાંચ લોકોને કરંટ લાગ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના ખંભાતમાં બપોરે બે વાગ્યાના સુમારે લાડવાડા વિસ્તારના ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જવા યાત્રા નીકળી હતી. આ દરમિયાન મૂર્તિ હેવી વીજ લાઈનને અડી જતાં પાંચ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. 


Google NewsGoogle News