સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરો પાસેથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, એરપોર્ટ પર કિટની તપાસ કરતા ફૂટ્યો ભાંડો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશોનું મૌન, હાલ આ મામલે તપાસ હાથ ધરાઈ છે
Saurashtra Cricketers Caught with liquor : ક્રિકેટમાંથી એક ખળભળાટ મચાવતા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરો દારૂ સાથે ઝડપાયા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સી. કે. નાયડુ ટ્રોફીની મેત જીતીને રાજકોટ પરત ફરી રહેલા ક્રિકેટરોની કિટની એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતાં દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
કિટમાં 27 બોટલ દારુ અને બે યુનિટ બિયર હતો
સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર-23 ટીમ સી.કે. નાયડુ ટ્રોફી (C. K. Nayudu Trophy)ની મેચ રમવા માટે ચંડીગઢ ગઈ હતી. જ્યારે ટીમના ખેલાડી મેચ જીતીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ ખેલાડીઓએ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો. આ તમામ ક્રિકેટરોની કિટની ચંડીગઢ એરપોર્ટ (Chandigarh Airport) પર કસ્ટમ વિભાગની ટીમે તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો હતો. જો કે આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (Saurashtra Cricket Association)ના સત્તાધીશોએ મૌન સેવ્યું છે અને હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. હાલ આ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.