Get The App

કિડની અરસ-પરસ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ એશિયામાં મોખરે

Updated: Jan 2nd, 2024

GS TEAM


Google News
Google News
કિડની અરસ-પરસ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ એશિયામાં મોખરે 1 - image


- અમદાવાદ સિવિલમાં કુલ 521 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ

અમદાવાદ,તા.2 જાન્યુઆરી 2023,મંગળવાર

અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કિડની ઈન્સ્ટિટયુટમાં વર્ષ 2023માં 353 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ સાથે જ વર્ષ 2000થી અત્યારસુધી કિડની ટ્રાન્સપ્લાન્ટનો આંક 6614 થઇ ગયો છે. 

ગત વર્ષે 155 મૃતક ડોનર અને 147 જીવંત સહિત કુલ 353 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા

કિડની ઈન્સ્ટિટયુટમાં વર્ષ 2022માં 350 મૃતકના અને 230 જીવંતના કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા.  આ વર્ષે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે તેમાંથી 155 મૃતક ડોનરના, 147 જીવંત ડોનરના, 43 સ્વેપ (અરસ-પરસ), 8 સ્વજન સિવાયના ડોનરનો સમાવેશ થાય છે. મૃતક ડોનર મામલે દેશની સરેરાશ 15 ટકા જ્યારે અમદાવાદ સિવિલની સરેરાશ 44 ટકા છે.  વર્ષ 2000થી વર્ષ 2023 દરમિયાન અમદાવાદ સિવિલમાં જે કુલ 6614 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે તેમાંથી 5301 જીવંત ડોનર, 1313 મૃતક ડોનર હતા જ્યારે 521માં સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. 23 વર્ષના આ સમયમાં સમગ્ર એશિયામાં સૌથી વધુ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોખરે છે. 


Tags :