આગ ઝરતી ગરમીના કારણે અમદાવાદમાં બે દિવસમાં ૨૦૦થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ

૭૦થી વધુ લોકોએ હાઈફીવર હોવા અંગેની સારવાર મેળવવી પડી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News

  આગ ઝરતી ગરમીના કારણે અમદાવાદમાં બે દિવસમાં ૨૦૦થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ 1 - image     

 અમદાવાદ,ગુરુવાર,23 મે,2024

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આગ ઝરતી ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહયા છે. બે દિવસમાં ૨૦૦થી વધુ ગરમી સંબંધિત બિમારીના કેસ નોંધાયા છે. ૭૦થી વધુ લોકોએ હાઈફીવર હોવાથી ૧૦૮ મારફત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હતી.

અમદાવાદનુ મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જતા શહેરીજનો સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહયા છે. કેટલાક દિવસથી સતત ચોવીસ કલાક લોકોને પંખા કે એરકન્ડીશન ચાલુ રાખવા પડે છે. કાળઝાળ ગરમીના પ્રકોપથી બાળકથી લઈ અબાલવૃધ્ધ સુધીના સૌ ત્રસ્ત બની ગયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જુદી-જુદી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમી સંબંધિત બિમારી અંગે ૧૦૬થી વધુ દર્દીઓને સારવાર આપવામા આવી છે.ઉપરાંત ગરમી સંબંધિત બિમારી જેવી કે પેટમાં અસહય દુખાવો થવો, ઉલટી કે ડાયોરીયા થવા, હાઈફીવર અથવા તો સર્વાઈકલ હેડેક જેવી તકલીફને લઈ સારવાર મેળવવા ૧૦૮ની પણ શહેરીજનો મદદ લઈ રહયા છે. ૧૫ મેથી ૨૨ મે-૨૪ સુધીમાં ૧૦૮ મારફત ૨૦૮ લોકોને વિવિધ હોસ્પિટલમાં ગરમી સંબંધિત બિમારી અંગે સારવાર આપવામાં આવી હતી.૨૨ મેના રોજ ચકકર આવતા મૂર્છીત થઈ પડી જવાનો પણ એક બનાવ બનવા પામ્યો હતો.


Google NewsGoogle News