Get The App

22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત

Updated: Nov 16th, 2024


Google News
Google News
22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત 1 - image


Fire Incident In Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં શુક્રવારે (15મી નવેમ્બર) રાત્રે રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. 22 માળના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના M બ્લોકમાં આગ લાગી હતી. બિલ્ડિંગના સાતમાં અને આઠમાં માળ વચ્ચે લાગેલી આગ 22માં માળ સુધી પ્રસરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા 37 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. આ ઘટનામાં એક મહિલાના મોતનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે 21 લોકો હજુ સારવાર હેઠળ છે.

22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત 2 - image

ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

શહેરના બોપલ વિસ્તારમાં 22 માળના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના M  બ્લોકમાં આગ લાગી હતી. આગને કારણે 8માં માળથી 22મા માળ સુધીના દરેક ફ્લોર પરના પહેલા બે ફ્લેટને અસર થઈ હતી. એમ કુલ 30 ફ્લેટને અસર થઈ હતી. આગ લાગતા જ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મળવ્યો હતો. 

22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત 3 - image

સારવાર દરમિયાન એક મહિલાનું મૃત્યુ

ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા 37 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. પોલીસની જુદી-જુદી ટીમ બનાવી અશકત અને ઈજા પામેલને સ્ટ્રેચર વડે M તથા N બિલ્ડિંગની સીડી નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 21 જેટલા લોકો સારવાર હેઠળ હતા, જેમાં 64 વર્ષીય મીનાબેન શાહનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકોને જરૂરીયત મુજબ સારવાર ચાલુ રાખી હોસ્પીટલ માથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: પરિવારે જેને મૃત સમજી આપ્યો હતો અગ્નિદાહ, બેસણા બાદ અચાનક ઘરે આવી પહોંચ્યો તે વ્યક્તિ


કેવી રીતે લાગી આગ?

બિલ્ડિંગમાં આખરે આગ કેવી રીતે લાગી તે અંગે વિવિધ ત્રણ કારણોની ચર્ચા છે. ફાયર વિભાગનું કહેવું છે કે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હતી. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોએ ફટાકડા ડક લાઈનમાં નાખ્યા હોવાથી આગ લાગી હતી, જે બાદમાં અન્ય માળમાં ફેલાઈ હતી.તો અન્ય એક કારણ એવું પણ ચર્ચાય છે કે આઠમાં માળ પર આવેલા એક ઘરની બહાર ટેબલ પર મુકવામાં આવેલા દિવાના કારણે આગ લાગી હતી. હાલ તો આગ લાગવાનું સાચુ કારણ જાણવા ફાયર વિભાગ તપાસ કરી રહી છે.

22 માળના ઇસ્કોન પ્લેટિનમમાં આગ: એક મહિલાનું મોત, 37નું રેસ્ક્યૂ કરાયું, 21 ઈજાગ્રસ્ત 4 - image

Tags :
Fire-IncidentAhmedabad

Google News
Google News