Get The App

VIDEO: અમદાવાદના બોપલમાં 22 માળની બિલ્ડિંગમાં આગ, 1 મહિલાનું મોત, 23 લોકો સરવાર હેઠળ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
VIDEO: અમદાવાદના બોપલમાં 22 માળની બિલ્ડિંગમાં આગ, 1 મહિલાનું મોત, 23 લોકો સરવાર હેઠળ 1 - image


Ahmedabad News : અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે શુક્રવારની રાત્રે રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. 22 માળના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના M  બ્લોકમાં આગ લાગી હતી. બિલ્ડિંગના સાતમાં અને આઠમાં માળ વચ્ચે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી. આગ લાગતા જ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગના 50 જેટલા જવાનો ઘટના સ્થળે આગ બુજાવવા અને બચાવની કામગીરીમાં જોડાયા હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આમ, કુલ 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. આગની આ ઘટનામાં એક મહિલાના મોતની પુષ્ટી થઇ છે. જેનું નામ મીનાબેન શાહ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 3 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે 23 લોકો હજુ સારવાર હેઠળ છે. 6 દર્દીને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : પાટણ-મહેસાણામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારમાં 10 સેકન્ડ સુધી ધરા ધ્રુજી

આગ લાગતા એપાર્ટમેન્ટના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ત્રણ લોકોને ધૂમાડાના કારણે ગૂંગળામણ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

કેવી રીતે લાગી આગ?

બિલ્ડિંગમાં આખરે આગ કેવી રીતે લાગી તે અંગે વિવિધ ત્રણ કારણોની ચર્ચા છે. ફાયર વિભાગનું કહેવું છે કે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હતી. જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે બાળકોએ ફટાકડા ડક લાઈનમાં નાખ્યા હોવાથી આગ લાગી હતી, જે બાદમાં અન્ય માળમાં ફેલાઈ હતી.તો અન્ય એક કારણ એવું પણ ચર્ચાય છે કે આઠમાં માળ પર આવેલા એક ઘરની બહાર ટેબલ પર મુકવામાં આવેલા દિવાના કારણે આગ લાગી હતી. હાલ તો આગ લાગવાનું સાચુ કારણ જાણવા ફાયર વિભાગ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : VIDEO: ઝાંસીમાં મોટી દુર્ઘટના : મેડિકલ કોલેજમાં લાગી વિકરાળ આગ, 10 બાળકોના મોત


Google NewsGoogle News