Get The App

અમદાવાદના હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
અમદાવાદના હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના 1 - image


Ahmedabad Himalaya Mall Fire: અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. આજે (8 જાન્યુઆરી, 2025) અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં આગ લાગી હતી. આગની ઘટના બનતા જ મોલમાં અફરાતફરી મચી હતી. મળતી માહિતી અનુસાર, ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની 6 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. પ્રાથમિક અંદાજ અનુસાર, ACમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. આગની ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આગ લાગતા મોલમાં દોડધામ મચી હતી

હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં અચાનક આગ લાગી હતી. જે આગ પ્રસરતા દોડધામ મચી હતી. આગની માહિતી મોલમાં મળતા જ હાજર ગ્રાહકો અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગી ગયા હતા. મોલમાં આવેલા થિયેટરમાં મુવી જોઈ રહેલા લોકો ડરી ગયા હતા. મોલમાં હાજર સૌ કોઈ બહાર દોડી ગયા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જણાવી દઈએ કે, આ અગાઉ પણ આ હિમાલયા મોલમાં આગની ઘટના બની હતી.








Google NewsGoogle News