Get The App

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય

Updated: Mar 29th, 2025


Google News
Google News
અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય 1 - image


Birth-death registration fees : ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં જન્મ-મરણના પ્રમાણપત્ર માટે નોંધણીની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજકોટ મહાનગર પાલિકાએ નોંધણી ફીમાં 900 ટકાનો વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીમાં ફી કરાયો વધારો

ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં જન્મ અને મરણની નોંધણી કરવાની ફીમાં વધારો કરાયો છે. જેમાં જન્મ અને મરણના 21 દિવસ સુધીમાં ફ્રીમાં નોંધણી થશે, જ્યારે આ પછી નોંધણી કરવાની ફીમાં વધારો કરાયો છે. 21 દિવસ પછી જન્મ મરણની નોંધણી કરાવવા માટે પહેલાં 2 રૂપિયા ફી હતી. જ્યારે હવે સુધારા નિયમ પ્રમાણે 20 રૂપિયા ફી કરી દેવામાં આવી છે.

અમદાવાદ-રાજકોટમાં જન્મ-મરણની નોંધણીની ફીમાં કરાયો વધારો, 21 દિવસ સુધી ફી નહીં લેવાય 2 - image

આ પણ વાંચો: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ

જ્યારે 1 મહિનાથી 1 વર્ષ માટે પહેલાં 5 રૂપિયા ફી હતી. જે હવે 50 રૂપિયા કરી દેવામાં આવી છે. અને 1 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન જન્મ-મરણના પ્રમાણપત્ર મેળવવા માટે પહેલા 10 રૂપિયા ફી હતી. જેમાં વધારો કરીને હવે 100 રૂપિયા ફી કરવામાં આવી છે.

Tags :