Get The App

RTE હેઠળ ખોટા એડમિશન રદ કર્યા પણ ખાલી બેઠકો પર વધુ ફી કે ડોનેશન લઈ પ્રવેશની ફરિયાદો

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
Right To Education


Right To Education: આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન)માં વાલીઓની આવક વધુ હોવાનું સામે આવતા આવકના ખોટા પુરાવાથી થયેલા પ્રવેશ રદ કરવામાં આવે છે. પરંતુ આ પ્રવેશ રદ થતા ખાલી પડતી આરટીઈની બેઠકોમાં પ્રવેશ માટે કોઈ ચોક્કસ નીતિ જ નથી અને આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. જેથી કેટલીક ખાનગી સ્કૂલો આરટીઈના રદ થયેલા પ્રવેશની બેઠકોમાં મોટી ફી કે ડોનેશનલ લઈને પણ પ્રવેશ આપી દેતી હોવાની ફરિયાદો ઊઠી છે.

આરટીઈ એક્ટમાં શુ છે જોગવાઈ?

આરટીઈ એક્ટ અંતર્ગત ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં દર વર્ષે તમામ જિલ્લામાં બેથી ત્રણ રાઉન્ડમાં અરજીઓ, પુરાવા અને કેટેગરી મુજબ પ્રવેશ ફાળવી દેવાયા બાદ તપાસમાં જો વાલીની આવક વધુ હોવાનું ધ્યાને આવે તો પ્રવેશ રદની પણ જોગવાઈ છે. જો કે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરની મોટી ખાનગી સ્કૂલો દ્વારા પોતાની રીતે વાલીઓની આવકના પુરાવા મેળવીને ડીઈઓમાં સબમીટ કરાયા બાદ ડીઈઓ દ્વારા વાલીઓને બોલાવી હિયરિંગ કરીને ખોટી રીતે મેળવેલા પ્રવેશ રદ કરાયા છે. 

આ પણ વાંચો: IND vs AUS : કોહલીની મેદાનમાં ફરી બબાલ! ડેબ્યૂ મેચમાં 19 વર્ષીય કાંગારૂ ખેલાડીએ ખભો માર્યો


છેલ્લા બે વર્ષમાં ચારથી વધુ આવા ખોટા પ્રવેશ રદ થયા છે. આવકના ખોટા પુરાવા દાખલા સાથે થયેલા પ્રવેશ રદ થવા જોઈએ પરંતુ આ પ્રવેશ રદ થતા અન્ય ગરીબ-સામાન્ય બાળકો કે જેઓને અગાઉ કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રવેશ મળી શક્યો ન હતો. તેઓને મેરિટ-કેટેગરી, પુરાવાના આધારે ખાલી બેઠકોમાં પ્રવેશ આપવાની માંગ ઊઠી છે. ધોરણ 1 બાદ બીજાથી આઠમાં ધોરણમાં પણ ખાલી પડતી બેઠકોમાં અન્ય જરૂરીયાતમંદ બાળકોને 25 ટકાની ખાલી બેઠકોમાં પ્રવેશ આપવો જોઈએ તેવી માંગણી છે. ત્યારે બીજી બાજુ એવી પણ ફરિયાદ છે કે કેટલીક ખાનગી સ્કૂલો આ ખાલી બેઠકોમાં ઊંચી ફી લઈને-ડોનેશન લઈને પ્રવેશ આપી દે છે.

RTE હેઠળ ખોટા એડમિશન રદ કર્યા પણ ખાલી બેઠકો પર વધુ ફી કે ડોનેશન લઈ પ્રવેશની ફરિયાદો 2 - image


Google NewsGoogle News