અમદાવાદના વસ્ત્રાલ-ઠક્કરનગરમાંથી નકલી પનીર ઝડપાયું, હોટલ-રેસ્ટોરન્ટમાં કરાતું હતું સપ્લાય
Ahmedabad News : રાજ્યમાં નકલી ખાદ્ય ચીજ-વસ્તુ ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાલ અને ઠક્કરનગરમાં નકલી પનીર ઝડપાયું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરીને નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. નકલી પનીરનો જથ્થો અલગ-અલગ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય કરવામાં આવતો હતો.
વસ્ત્રાલ અને ઠક્કરનગરમાં નકલી પનીર ઝડપાયું
અમદાવાદમાં નકલી ચીજ વસ્તુનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતી હોવાની ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાં નકલી પનીરનો જથ્થો ફૂડ વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી 119 કિલોગ્રામ અને ઠક્કરનગરમાં આવેલી સતનામ ડેરીમાંથી 144 નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે.
મળતી માહિતી મુજબ, શહેરની અલગ-અલગ હોટલો અને રેસ્ટોરન્ટમાં નકલી પનીર સપ્લાય કરવામાં આવતું હતું. AMCના ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી ઝડપાયેલા નકલી જથ્થાની સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.