Get The App

અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ

Updated: Mar 29th, 2025


Google News
Google News
 fake cream busted in Ahmedabad


fake cream busted in Ahmedabad : અમદાવાદમાં નાના ચિલોડા વિસ્તારમાં પોલીસની બાતમીની આધારે AMCના આરોગ્ય વિભાગે દરોડા પાડીને 1295 કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળયુક્ત ક્રીમનો જથ્થો ઝડપાયો છે. નકલી ક્રીમનો જથ્થો ગામડાંઓ અને નાના માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. AMC દ્વારા શિવ શંભુ ડેરીનું લાયસન્સ રદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

નકલી ક્રીમનો જથ્થો ઝડપાયો

અમદાવાદના નાના ચિલોડાના શ્રીનાથ એસ્ટેટના શિવ શંભુ ડેરી પ્રોડક્ટ ક્રીમમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતાં હોવાને લઈને શહેર પોલીસે AMCને બાતમી આપી હતી. જેને લઈને AMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શ્રીનાથ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં શિવ શંભુ ડેરી પ્રોડક્ટસમાંથી 1295 કિલોગ્રામ ભેળસેળયુક્ત ક્રીમનો જથ્થો ઝડપાયો હતો. નકલી ક્રીમમાં નકલી ધી, મિલ્ક પાવડર, પામોલિન તેલ સહિતની વસ્તુઓ ભેળસેળ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ

શિવ શંભુ ડેરીના વેપારી ઓછા ભાવે ક્રીમનો જથ્થો મેળવી તેમાં ભેળસેળ કરતા હતા અને પછી ગામડાંઓ અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ડેરીઓમાં નકલી ક્રીમનું વેચાણ કરતા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેરીમાંથી શંકાસ્પદ જથ્થાને લેબ ટેસ્ટિંગ માટે મોકલી દેવામાં આવ્યો છે અને ડેરીનું લાયસન્સ રદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :