Get The App

વી.એસ. હોસ્પિટલમાં થયેલા ખર્ચનો મામલો, વિપક્ષે હિસાબ માંગતા સત્તાધારી પક્ષ મૂંઝાયો

બાર વર્ષના સમયમાં થયેલા ખર્ચનો હિસાબ મંગાયો

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
વી.એસ. હોસ્પિટલમાં થયેલા ખર્ચનો મામલો, વિપક્ષે હિસાબ માંગતા સત્તાધારી પક્ષ મૂંઝાયો 1 - image


Ahmedabad News : અમદાવાદ મ્યુનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલ માટે છેલ્લા બાર વર્ષના સમયમાં સત્તાધારી પક્ષ તરફથી કુલ રુપિયા 2160.52 કરોડનું બજેટ મંજૂર કરાયુ હતુ. જંગી રકમનુ બજેટ મંજૂર કરવા સામે દર્દીઓની સંખ્યા ઘટી સેવાઓ ઘટી છતાં રુપિયા 913 કરોડનો ખર્ચ ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો એ અંગે વિપક્ષ તરફથી હિસાબ માંગવામાં આવતા સત્તાધારી પક્ષ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. 

આટલી મોટી રકમમાંથી  નવી હોસ્પિટલ બની ગઈ હોત : વિપક્ષનેતા

વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહ્યું, હોસ્પિટલના જર્જરીત બિલ્ડિંગનુ સમારકામ કરાયુ નથી કે હોસ્પિટલનુ નવુ બિલ્ડિંગ પણ બનાવાયુ નથી. આમ છતાં આટલી મોટી રકમમાંથી તો એસ.વી.પી.હોસ્પિટલ જેવી નવી હોસ્પિટલ બની ગઈ હોત. અમદાવાદ મ્યુનિ.ના જનરલ બજેટ સહિત સંલગ્ન સંસ્થાઓ મ્યુનિ.સ્કુલ, મા.જે.પુસ્તકાલય, વી.એસ.હોસ્પિટલ એ.એમ.ટી.એસ.ના વાર્ષિક બજેટ મંજૂર કરવા બે દિવસની બેઠકનો આરંભ થયો હતો. વી.એસ. હોસ્પિટલના બજેટની દરખાસ્ત ઉપર કમિટિ ચેરમેન બોલી રહયા હતા એ સમયે વિપક્ષનેતાએ વી.એસ.હોસ્પિટલની વાહવાહી કરવાના બદલે વાસ્તવિક બાબત સ્વીકારવા રજૂઆત કરી હતી. 

વી.એસ. હોસ્પિટલમાં થયેલા ખર્ચનો મામલો, વિપક્ષે હિસાબ માંગતા સત્તાધારી પક્ષ મૂંઝાયો 2 - image

બોર્ડ બેઠક દસ મિનીટ માટે મુલત્વી રખાઈ હતી

વિપક્ષે કહ્યું, વર્ષ-2011-12થી વર્ષ-2024-25 સુધીના વર્ષમાં વી.એસ.હોસ્પિટલ માટે સત્તાધારી પક્ષ તરફથી કુલ રૂપિયા 2160.52 કરોડનુ બજેટ મંજૂર કરાયુ છે. મંજૂર કરવામા આવેલા બજેટની સામે કુલ રુપિયા 913.94 કરોડનો ખર્ચ કરવામાં આવેલો છે. દર્દીઓની સંખ્યા ઘટી છે. મોટાભાગની સેવાઓ બંધ કરી દેવામા આવી છે. સ્ટાફ પણ પુરતો હોસ્પિટલમાં કરવામાં આવેલા પરિસ્થિતિમાં ખર્ચની તપાસ માટે એક કમિટિ બનાવવામા આવે. એક તબકકે અધ્યક્ષ સ્થાને બેઠેલા મેયર પ્રતિભાજૈને કમિટિ બનાવો ત્યાં સુધી કીધા બાદ કંઈક ખોટું બોલાઈ ગયુ એમ લાગતા બોર્ડ બેઠક દસ મિનીટ માટે મુલત્વી રખાઈ હતી.

વી.એસ. હોસ્પિટલમાં થયેલા ખર્ચનો મામલો, વિપક્ષે હિસાબ માંગતા સત્તાધારી પક્ષ મૂંઝાયો 3 - image


Google NewsGoogle News