પ્રેમિકાએ રૃા.૫૦ હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી હતી
એરપોર્ટ પાસેની હોટલમાં ખૂની ખેલ ખેલાયો હતો
રૃપિયા માટે પ્રેમિકાએ દબાણ કરતાં ગળુ દબાવી હત્યા કરી
અમદાવાદ,સોમવાર
એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી યુવતીની લાશ હાંસોલ પોલીસ ચોકી સામેની હોટલમાંથી મળી હતી. પોલીસે આણંદથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો પ્રેમિકાએ આપેલા રૃા. ૫૦ હજાર પાછા માંગતા બન્ને વચ્ચે તકરાર થઇ હતી જેને લઇને પ્રેમીએ ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી હોવાનું ક્રાઇમ પીઆઇ, ડી.વી.ઢોલાએ જણાવ્યું હતું.
રૃપિયા માટે પ્રેમિકાએ દબાણ કરતાં ગળુ દબાવી હત્યા કરી આપઘાત કરતાં પહેલા પોલીસે ઝડપ્યો
રામોલ વિસ્તારમાં રહેતી અને મહિનાથી એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી ૨૫ વર્ષની ગઇકાલે એરપોર્ટ વિસ્તારમાં હાસોલ પોલીસ ચોકી સામે આવેલી તંદુર હોટલમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે બાપુનગર ઠક્કરનગર પાસે રહેતા ચિંતનની આણંદ પાસેથી ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપી હત્યા કર્યા બાદ નાસી ગયો હતો અને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં પહેલા પોલીસે તેને પકડી પાડયો હતો. આરોપી મૃતક યુવતીને બેંકનુ લોન ડેટા એન્ટ્રીનું કામ કમિશનથી આપતો હતો ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ડેટા એન્ટ્રીના રૃપિયા બેન્ક પાસેથી આરોપીએ ત્રણ લાખ લઇ લીધા હતા જે પૈકી બે લાખ મૃતકને લેવાના નીકળતા હતા જે રૃપિયા આરોપી આપતો ન હતો. બીજીતરફ મૃતક પાસેથી ઉછીના લીધેલા રૃા. ૫૦ હજાર આપવાના બહાને આરોપીએ તેને હોટલમાં બોલાવી હતી અને રૃપિયાની માંગણી કરતાં તકરાર થતાં આરોપી ગળુ દબાવીને હત્યા કરીને નાસી ગયો હતો.