Get The App

પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર

દારુડિયા પતિએ જાહેરમાં પત્ની ઉપર હુમલો કર્યો

-નિકોલ પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો

Updated: Mar 30th, 2025


Google News
Google News
પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર 1 - image

અમદાવાદ, રવિવાર

 નિકોલમાં પત્ની હનુમાનજી મદિરે દર્શન કરીને પરત ફરી રહી હતી આ સમયે દારુડિયા પતિએ રોકીને ક્યાં ગઇ હતી તેમ કહીને ઢોર માર માર્યા બાદ કપાળમાં પાઇપ મારતાં પત્ની નીચે પડી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ થતાં હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નિકોલ પોલીસે પતિ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીને રોડ ઉપર રોકીને ઢોર માર મારી હુમલો કરતાં સારવાર હેઠળ ઃ નિકોલ પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો

નિકોલમાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા શનિવારે હનુમાનજી મંદિરે દર્શન કરીને  ઘરે પરત ફરી રહી હતી ત્યારે રાતે ૧૦.૩૦ વાગે પતિ રાહ જોઇને રોડ ઉપર ઉભો હતો. 

પતિએ પત્નીને રોકીને ક્યાં ગઇ હતી કહ્યું હતું. જેથી પત્નીએ દર્શન કરવા ગઇ હતી કહેતાની સાથે જ પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો એટલું જ નહી પોતાની પાસેના પડદાં લગવાડવાના પાઇપનો ફટકો પત્નીના કપાળમાં મારી દેતા પત્ની રોડ ઉપર પડી હતી જેથી શરીરે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :