Get The App

દાણીલીમડામાં પતિની પત્નીને મારી નાંખવાની ધમકી

દાણીલીમડામાં લગ્નના પંદર વર્ષ બાદ પણ મહિલાના જીવનમાં શાંતિ નહી

બીજી વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
દાણીલીમડામાં પતિની પત્નીને મારી નાંખવાની ધમકી 1 - image

અમદાવાદ, સોમવાર

દાણીલીમડામાં લગ્નના પંદર વર્ષ બાદ પણ મહિલાને જીવનમાં શાંતિ મળી નહી, શંકાશીલ પતિ અવાર નવાર પત્ની સાથે અવાર નવાર તકરાર કરતો હતો. ચાર વર્ષ પહેલા પતિએ પત્નીને છરીના ઘા માર્યા હતા ત્યારથી પત્ની સંતાનો સાથે પિયરમાં રહેતી હતી. બે દિવસ પહેલા  પતિએ ફોન કરીને બાળકો સાથે વાત કરવી કહેતા પત્નીએ વાત કરાવવાનો ઇન્કાર કરતાં પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે પતિ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 

શંકાશીલ પતિએ આડેધડ છરીના ઘા મારતાં પત્ની ચાર વર્ષથી પિયરમાં રહેતી હતી પત્નીએ બાળકો સાથે વાત કરવાની ના પાડતાં પતિએ ધમકી આપતાં બીજી વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

દાણીલીમડામાં રહેતી ૨૮ વર્ષની મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે મહિલાના ૧૫ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને સંતાનમાં ત્રણ બાળકો પણ છે. જ્યારે પતિ શંકા વહેમ રાખતો હોવાથી બન્ને વચ્ચે અવાર નવાર  આ મુદ્દે તકરાર થતી હતી. ૨૦૨૧માં પતિએ ખોટી શંકા રાખીને ઝઘડો કરીને પત્નીને આડેધડ છરીના ઘા માર્યા હતા. જે તે સમયે પત્નીએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોધાવી હતી. 

ત્યારબાદ પત્ની સંતાનો સાથે પિયરમાં રહેવા જતી રહેતા પતિએ બિભત્સ ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપી હતી બે દિવસ પહેલા પિયરમાં હતી ત્યારે પતિએ ફોન કરીને બાળકો સાથે વાત કરવી છે કહેતા પત્નીએ વાત કરવાની ના પાડી હતી જેથી પતિએ ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપી હતી.જો કે પતિ જનૂની વૃત્તિ ધરાવતા હોવાથી મહિલાએ ફરીથી પતિ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News