પતિએ પત્ની અને સગી વૃદ્ધ માતાને ચાકુના મારી લોહી લુહાણ કર્યો
કૃષ્ણનગરમાં વહેલી સવારે પતિએ કારણ વગર તકરાર કરીને લાફા મારીને ઘાતક હુમલો કર્યો
સાસું, વહું ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદ, રવિવાર
કૃષ્ણનગર વિસ્તારમાં ગૃહ કલેશના કારણે માતા અને પત્ની ઉપર ઘાતક હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આજે વહેલી સવારે પરિવારના સભ્યો આરામ કરતા હતા આ સમયે અચાનક પતિએ આવીને પત્ની સાથે કોઇ કારણ વગર તકરાર કરી હતી એટલું જ નહી ઉશ્કેરાઇને પત્નીને ચાકુના ઘા માર્યા હતા આ સમયે વૃદ્ધ સગી માતા છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ચાકુ ઘા મારીને બન્નેને લોહી લુહાણ કર્યા બાદ પત્નીને મારી નાંખવાની ધમકી આપીને પતિ નાસી ગયો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની ઉપર હુમલો કરીને તને તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને નાસી ગયો, સાસું, વહું ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા અહિયા પોતાના સંતાનો અને સાસુ તથા પતિ સાથે રહે છે. આજે સવારે છ વાગે પરિવારના સભ્યો ઘરે આરામ કરતા હતા ત્યારે પતિએ આવીને કોઇ કારણ વગર તેમની સાથે તકરાર કરી હતી જેથી કેમ તકરાર કરો છો કહેતાની સાથે ગાળો બોલીને લાફા મારી દીધા હતા.
એટલું જ નહી એકદમ ઉશ્કેરાઇને ચાકુથી પત્ની ઉપર હુમલો કર્યો હતો બુમાબુમ થતાં મહિલાની સાસું આવ્યા હતા અને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ચાકુના ઘા મારી દીધા હતા. પત્ની અને માતાને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરતાં બુમાબુમથી આસપાસના લોકો આવી ગયા હતા. પોલીસ કન્ટ્રોેલમાં ફોન કરતાં આરોપી પત્નીને તને તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આવીને જતો રહ્યો હતો. હાલમાં સાસુ અને વહુ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.